April 7, 2026
ગુજરાત

લો બોલો, હજુ તો થોડાં સમય પહેલાં કામ પૂરું થયું ત્યાં તો આજે ભુવો પડ્યો, સુરત કાપોદ્રા મેઈન રોડ પર મસમોટો ભુવો પડતા વાહનચાલકો પરેશાન...

11:36:00 AM
Save
Apr 6, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>લો બોલો, હજુ તો થોડાં સમય પહેલાં કામ પૂરું થયું ત્યાં તો આજે ભુવો પડ્યો,</strong></span> સુરત કાપોદ્રા મેઈન રોડ પર મસમોટો ભુવો પડતા વાહનચાલકો પરેશાન...</p>

સુરત શહેરના હૃદય સમાન ગણાતા કાપોદ્રા વિસ્તારમાં ભરઉનાળે મુખ્ય માર્ગ પર પડેલો મસમોટો ભુવો અત્યારે માત્ર સ્થાનિકો માટે ચિંતાનો વિષય નથી બન્યો, પરંતુ તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા કરી રહ્યો છે.

થોડા સમય પહેલા જ રોડનું કામ કરાયું

ડાયમંડ સિટી સુરતમાં વિકાસના બણગાં વચ્ચે કાપોદ્રાના મુખ્ય માર્ગ પર અચાનક ધરતી ચીરાઈ હોય તેમ મોટો ભુવો પડી જવાની ઘટના સામે આવી છે. આશ્ચર્યની વાત એ છે કે હજુ ચોમાસું બેસવાને વાર છે અને ધોમધખતા તાપમાં રોડ બેસી જવો એ એન્જિનિયરિંગની ગુણવત્તા પર શંકાની સોય તાકે છે. જાણવા મળ્યું છે કે આ જ રોડ પર થોડા સમય પૂર્વે જ નવીનીકરણનું કામ કરવામાં આવ્યું હતું, તેમ છતાં ટૂંકા ગાળામાં જ રોડ તૂટી પડતા લોકોમાં રોષ જોવાં મળી રહ્યો છે. મેઈન રોડ હોવાને કારણે અહીં વાહનોની સતત અવરજવર રહેતી હોય છે, જેના કારણે ટ્રાફિક જામની વિકટ સમસ્યા સર્જાઈ છે અને કોઈ મોટો અકસ્માત સર્જાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે.

પાલિકાએ બેરીકેટ મૂકી ભુવાને કોર્ડન કર્યો
વર્તમાનમાં જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે જ જનતાની સુવિધાના નામે કરવામાં આવેલા કરોડોના ખર્ચનું ધોવાણ થતું જોવા મળે છે. સ્થાનિક રહીશોમાં આ મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. હાલ તો પાલિકા તંત્રએ બેરિકેટ મૂકીને કામગીરી હાથ ધરી છે, પરંતુ આ સમસ્યાનું કાયમી નિરાકરણ ક્યારે આવશે તે જોવું રહ્યું. ચૂંટણી પૂર્વે આવી ઘટનાઓ સામે આવતાં તંત્રની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે.