April 7, 2026
ગુજરાત

કોર્પોરેટરો દેખાતા નથી, અમે અમારી સમસ્યા કોને કહીએ? સુરતમાં ખજોદની ડમ્પિંગ સાઈટની આગ મુદ્દે સ્થાનિકો પરેશાન, ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી...

04:04:00 PM
Save
Apr 7, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>કોર્પોરેટરો દેખાતા નથી, અમે અમારી સમસ્યા કોને કહીએ? </strong></span>સુરતમાં ખજોદની ડમ્પિંગ સાઈટની આગ મુદ્દે સ્થાનિકો પરેશાન, <strong>ચૂંટણી બહિષ્કારની આપી ચીમકી...</strong></p>

સુરતના ખજોદ સ્થિત ડમ્પિંગ સાઈટ પર લાગેલી ભીષણ આગ હવે માત્ર પર્યાવરણીય સમસ્યા નથી રહી, પરંતુ આગામી ચૂંટણી માટે એક મોટો રાજકીય મુદ્દો બની ગઈ છે. છેલ્લા દસ દિવસથી સતત ધખધખતા કચરાના ડુંગરો અને તેમાંથી નીકળતા ઝેરી ધુમાડાએ સ્થાનિક રહીશોનું જીવવું દુષ્કર બનાવી દીધું છે. ખાસ કરીને વોર્ડ નંબર 29ના અલથાણ અને તેની આસપાસના વિસ્તારોમાં સ્થિતિ અત્યંત ગંભીર બની છે. આગમ હાઇટ્સ સહિતની અનેક સોસાયટીઓના રહીશોમાં વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકોનો આરોપ છે કે જ્યારે વોટ માંગવાનો સમય હોય ત્યારે નેતાઓ ઘરે-ઘરે આવે છે, પરંતુ અત્યારે જ્યારે આખો વિસ્તાર ઝેરી ધુમાડામાં ગૂંગળાઈ રહ્યો છે ત્યારે કોઈ નેતા કે કોર્પોરેટર તેમની હાલત પૂછવા સુદ્ધાં ડોકાયા નથી.

આરોગ્ય પર જોખમ અને તંત્રની ઉદાસીનતા

ખજોદની આગના કારણે વાતાવરણમાં ફેલાયેલો કાળો ધુમાડો સીધો લોકોના ઘરોમાં પ્રવેશી રહ્યો છે. પ્રકાશ ભાઈ

પ્રકાશ ભાઈ ,આગમ હાઇટ્સમાં રહેતાં વડીલ આગેવાને જણાવ્યુ હતું કે છેલ્લાં 10 દીવસથી લાગેલી આગ હજુ બુજાતિ નથી એટલે તેનો ધુમાડો સ્વાસ્થય માટે હાનિકારક છે. બાળકો અને અમારા જેવાં વડીલો માટે તે હાનિકારક છે. અહિયાં કોઈ કોર્પોરેટરો નથી આવતું તો અમે અમારી સમસ્યા કોને રજૂ કરીએ. આ સમસ્યાની અસર આવનારી ચૂંટણી પર ચોક્કસ પડશે તેવું લાગી રહ્યું છે. અમારી આ સમસ્યાનો નિકાલ લાવવામાં આવે તેવી તંત્ર પાસે અમારી માંગ છે.  હર્ષદ ,સ્થાનિક રહેવાસી

હર્ષદ ,સ્થાનિક રહેવાસીએ જણાવ્યુ હતું કે દર 15 દિવસે અહિયાં આગ લાગેલી જ હોય છે. શું આ સ્વચ્છ ભારત અભિયાન છે. SMC સ્વચ્છતા રાખવાનું કહે છે, જો તે પોતે જ આવી સમસ્યાઓનો કોઈ નિકાલ ન લાવે તો અમે શું સ્વચ્છતા રાખીએ. આનાથી બાળકોના સ્વાસ્થય પર અસર પડવાની શક્યતાઓ છે. જો આનું નિરાકરણ નહિ લાવવામાં આવે તો આ વખતે તો વોટ નહીં મળે...તજીન્દર, સ્થાનિક રહેવાસી

તજીન્દર, સ્થાનિક રહેવાસીએ જણાવ્યુ હતું કે અમારે ઘરની બહાર નીકળવું હોય તો માસ્ક પહેરીને નીકળવું પડે છે. બાળકો બહાર નીકળતા નથી, રમવા નીકળતાં નથી. આ એક પ્રકારનું 'મિની લોકડાઉન' છે. બાળકો નીચે રમવા જઈ શકતા નથી, વૃદ્ધોને ગભરામણ થાય છે. અમારી સમસ્યા કોઈ સાંભળતું નથી હવે અમારે કોઈ જ કોઈ એકશન લેવો પડે એ પહેલા તંત્ર લે તો સારી વાત છે. 

ચૂંટણી બહિષ્કારનું શસ્ત્ર અને આકરા તેવર
સ્થાનિક રહીશોએ હવે લડાયક મૂડ ધારણ કર્યો છે અને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે જો આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ નહીં આવે તો તેઓ આગામી ચૂંટણીમાં મતદાનથી અળગા રહેશે. તજીન્દર જેવા સ્થાનિક યુવાનોનું કહેવું છે કે માત્ર ડમ્પિંગ યાર્ડ જ નહીં, પણ ખરાબ રોડ-રસ્તા, સ્ટ્રીટ લાઈટનો અભાવ અને ગંદા પાણીની સમસ્યાથી પણ તેઓ ત્રાહિમામ પોકારી ગયા છે. લોકોમાં એટલો આક્રોશ છે કે તેઓ હવે 'વોટ નહીં તો સપોર્ટ નહીં' ના સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. આ વખતે જનતા પોતાના લોકતાંત્રિક અધિકારનો ઉપયોગ વિરોધ નોંધાવવા માટે કરશે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જો વહીવટી તંત્ર હજુ પણ સફાળું નહીં જાગે, તો ખજોદની આ આગ ચૂંટણીના પરિણામો પર ચોક્કસપણે નકારાત્મક અસર પાડશે.