April 1, 2026
ગુજરાત

"અંદર ગેમ રમાય છે, કોઈ જવાબ નથી આપતું" : સુરત કિરણ હોસ્પિટલમાં બાળકના મોત બાદ પિતાના ગંભીર આક્ષેપો... 

11:48:00 AM
Save
Mar 25, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>"અંદર ગેમ રમાય છે, કોઈ જવાબ નથી આપતું" : </strong></span>સુરત કિરણ હોસ્પિટલમાં બાળકના મોત બાદ પિતાના ગંભીર આક્ષેપો... </p>

સુરત શહેરની અત્યાધુનિક અને પ્રતિષ્ઠિત ગણાતી કતારગામની કિરણ હોસ્પિટલ ફરી એકવાર ગંભીર આક્ષેપોને કારણે ચર્ચામાં આવી છે. એક ગર્ભવતી મહિલાને ડિલિવરી માટે દાખલ કર્યા બાદ નવજાત બાળકનું કરુણ મોત નિપજતા પરિવારજનોએ ડોક્ટરો પર બેદરકારીનો ગંભીર આરોપ લગાવી હોસ્પિટલ પરિસરમાં ભારે હોબાળો મચાવ્યો હતો. પીડિત પરિવારનો આક્ષેપ છે કે હોસ્પિટલ તંત્ર અને ખાસ કરીને જવાબદાર ડોક્ટરોએ સારવારમાં ઘોર બેદરકારી દાખવી છે, જેના કારણે એક નિર્દોષ જીવ ખોવો પડ્યો છે. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે મામલો થાળે પાડવા માટે પોલીસ કાફલાને તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવવું પડ્યું હતું.બાળકના પિતા રાહુલ કાતરિયા

બાળકના પિતા રાહુલ કાતરિયાએ અત્યંત દુઃખ અને રોષ સાથે જણાવ્યું હતું કે અમે અહીં સવારે ડિલિવરી માટે દાખલ થયા હતા. સવારે 10 વાગ્યે દાખલ થયા અને 4 વાગ્યે ડોક્ટરે એમ કીધું કે ભાઈ તમારું બાળક બચે એમ નથી. કોઈ જાતની કોઈ સારવાર અમને મળી નથી. અંદર કોઈ સરખો જવાબ આપતા નથી. મેડિકલમાં દવા લેવા જઈએ તો પણ બબ્બે કલાક વેઈટ કરાવે છે. એ લોકો અંદર ગેમ રમે છે, બધું રમે છે પણ કોઈ સામે જવાબ આપતું નથી. જેને પૂછીએ એ ઊંધા ઊંધા જવાબ આપે છે અને ડોક્ટર તો ધ્યાન જ નથી આપતા, અહીંના ડોક્ટર ધ્યાન જ નથી દેતા.

ડોક્ટરને મેં કીધું કે ભાઈ આનું શું કરવું? છેલ્લે લાસ્ટમાં 10 મિનિટમાં એમ કહે છે કે તમારા બાળકને ધબકારા નથી, ત્યાં સુધી બધું સારું રહે છે. 10 મિનિટમાં છેલ્લે એમ કહે છે કે હવે તમારું બાળક બચી શકે એમ નથી. મારી માગ એ જ છે કે ડોક્ટર ૠત શાહ અને કિરણ હોસ્પિટલમાં કોઈ આવે નહીં અને ડોક્ટરનું લાઈસન્સ કેન્સલ થાય. મારી એ જ માગ છે. અમને ન્યાય જ જોઈએ છે. એણે અમને 11 વાગ્યાના ગોળ ગોળ ફેરવીને છેલ્લે એમ કીધું કે હવે કાંઈ વધ્યું નથી, કાંઈ બચી શકે એમ છે નહીં. સવારે અમને 10 વાગ્યે એમ કીધું હતું કે નોર્મલ ડિલિવરી થશે.કોમલ ઘોઘારી (પરિવારજન)

કોમલ ઘોઘારી (પરિવારજન)એ જણાવ્યું હતું કે, કિરણ હોસ્પિટલમાં મારા ભાભીને ડિલિવરી ટાઈમ હતો એટલે અમે અહીં તપાસ કરાવવા આવ્યા હતા. ડોક્ટરે કીધું કે તમારે દુખાવો છે ડિલિવરીનો, તમે એડમિટ થઈ જાઓ. અમે લોકો એડમિટ થયા 10 વાગે અને એ લોકોએ ધ્યાન નથી દીધું. એડમિટ કર્યા પણ એણે કોઈ પ્રોસેસ ચાલુ નથી કરી. એણે સાડા ચાર સુધી કોઈ પ્રોસેસ નથી કરી. સાડા ચારે સોય નાખી મારા ભાભીને અને એક બોટલ ચડાવ્યો, બાકી કોઈ પ્રોસેસ કરી નથી. પછી સાડા પાંચે એ લોકો પાછા આવ્યા અને ધબકારા માપ્યા, ત્યારે બાળકના ધબકારા હતા નહીં. એટલે એણે ઈમરજન્સીમાં સીઝર કરવાનું નક્કી કર્યું. અમે લોકોએ હા પાડી દીધી કે વાંધો નહીં સીઝર કરી નાખો એમ.

તો પણ સીઝર કરવાનું હતું ત્યારે એણે કહી જ દીધું હતું કે તમારા બાળકના ચાન્સ ઓછા છે. સીઝરમાં લઈ ગયા અને દસ જ મિનિટ થઈ ત્યાં પાછા આવ્યા કે તમારા બાળકના ચાન્સ નથી, પેશન્ટ બરોબર છે. ત્યાં દસ મિનિટમાં બાળકના ડોક્ટર પણ આવ્યા, એણે કીધું કે બાળક નથી રહ્યું. એટલે આ ડોક્ટરની, જે મેઈન ડોક્ટર છે ને ઋત શાહ આ એની જ ભૂલ છે. એણે અમારા પેશન્ટ ઉપર સહેજ પણ ધ્યાન નથી દીધું. આ બધી ભૂલ એની જ છે, અમારા બાળકને એણે મારી નાખ્યું છે. એટલે અમારે ન્યાય જોઈએ છે. ડોક્ટરનું લાઈસન્સ રદ કરો અને ડોક્ટરને અમારી સામે લાવો.

આ મોટામાં મોટી હોસ્પિટલ છે પણ નામ બહુ નાનું થઈ ગયું છે એનું. ડોક્ટરની કોઈ એટલે કોઈ જવાબદારી લેતું જ નથી. એ લોકો નાસ્તા કરે છે, અહીંયા પેશન્ટ દુખી થતું હોય અને એ લોકો નાસ્તા કરે છે. અમારી સામે બધા પેશન્ટ સામો રાડો નાખતા હતા, અમે બધું જોયું છે.

હાલમાં આ મામલે કિરણ હોસ્પિટલ પ્રશાસન મૌન સેવી રહ્યું છે, પરંતુ સ્થાનિક સ્તરે આ ઘટનાને લઈને ભારે ચકચાર મચી ગઈ છે.