April 7, 2026
ક્રાઈમ

સુરત ક્રાઈમ બ્રાન્ચનું 'ઓપરેશન સોહનલાલ': 16 વર્ષ પહેલા ચોરી કરી ફરાર થયેલો શખ્સ પાલનપુર હાઈવે પરથી ઝડપાયો

05:59:00 PM
Save
Apr 6, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સુરત ક્રાઈમ બ્રાન્ચનું 'ઓપરેશન સોહનલાલ': </strong></span>16 વર્ષ પહેલા ચોરી કરી ફરાર થયેલો શખ્સ પાલનપુર હાઈવે પરથી ઝડપાયો</p>

સુરત શહેર પોલીસ કમિશનરની સૂચના અને માર્ગદર્શન હેઠળ નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત લોકલ ક્રાઈમ બ્રાન્ચ ઝોન-5 ને મોટી સફળતા મળી છે. મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ચોરીના ગુનામાં છેલ્લા 16 વર્ષથી પોલીસને થાપ આપી ભાગતા ફરતા રીઢા આરોપી સોહનલાલ બિશ્નોઈને પોલીસે મહેસાણા-પાલનપુર હાઈવે પરથી દબોચી લીધો છે. પકડાયેલ આરોપી સોહનલાલ બિશ્નોઈ વિરુદ્ધ વર્ષો પહેલા સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

આ ગુનામાં પોતાની ધરપકડ ટાળવા માટે આરોપી સતત નાસતો ફરતો હતો. પોલીસની ધરપકડથી બચવા માટે તે રાજસ્થાનના ચંપાબેરી ગામમાં આશરો લઈને રહેતો હતો અને પોતાની ઓળખ છુપાવીને અલગ-અલગ સ્થળોએ ફરતો રહેતો હતો. સુરત LCB ઝોન-5 ની ટીમને ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારો મારફતે ચોક્કસ માહિતી મળી હતી કે આરોપી સોહનલાલ હાલમાં મહેસાણા-પાલનપુર હાઈવે પર છે. બાતમીના આધારે પોલીસે હાઈવે પર આવેલી 'ધરતી સતી હોટલ' ખાતે વોચ ગોઠવી હતી અને આરોપી ત્યાં આવતા જ તેને ફિલ્મી ઢબે કોર્ડન કરીને ઝડપી લીધો હતો.

આરોપી મૂળ રાજસ્થાનના ચંપાબેરી ગામનો વતની છે. ચોરી કર્યા બાદ તે વતન જઈને છુપાઈ ગયો હતો અને લાંબા સમય સુધી સુરત પોલીસની નજરથી દૂર રહ્યો હતો. જોકે, ઝોન-5 LCB ની સતર્કતાને કારણે 16 વર્ષ બાદ આખરે તે કાયદાના સકંજામાં આવ્યો છે. આરોપીની ધરપકડ બાદ તેને મહિધરપુરા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ કામગીરી અંગે સુરત પોલીસના DCP લખધીરસિંહ ઝાલાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, "અમારી ટીમ જૂના અને નાસતા ફરતા આરોપીઓ પર સતત નજર રાખી રહી છે. 16 વર્ષ જૂના ચોરીના કેસના આ આરોપીને મહેસાણા હાઈવે પરથી ઝડપી પાડવામાં આવ્યો છે.