April 2, 2026
Breaking News

સુરત લિંબાયતમાં અગ્નિકાંડ : બે ગેસના બાટલા અને 8 ટન સાડીઓના જથ્થા વચ્ચે ભભૂકેલી આગે 5 સભ્યોનો ભોગ લીધો...

11:26:00 AM
Save
Mar 31, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સુરત લિંબાયતમાં અગ્નિકાંડ : </strong></span>બે ગેસના બાટલા અને 8 ટન સાડીઓના જથ્થા વચ્ચે ભભૂકેલી આગે 5 સભ્યોનો ભોગ લીધો...</p>

સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડી પાસે આજે એક અત્યંત કરુણ અને ભયાનક ઘટના સામે આવી છે, જેમાં એક સામાન્ય રહેણાંક મકાનમાં ફાટી નીકળેલી આગે પાંચ જિંદગીઓ હોમી દીધી છે. મળતી માહિતી અનુસાર, આ મકાનમાં વ્યવસાયિક સ્તરે સાડીઓનું કામ ચાલતું હતું, જેના કારણે ઘરમાં આશરે 8 થી 10 ટન જેટલો સાડીઓનો જથ્થો અને પેકિંગ માટે વપરાતી ફોર્મ સીટો ખડકાયેલી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડમાં થયેલા શોર્ટ સર્કિટના તણખા ફોર્મ સીટ પર પડતા આગ ભભૂકી ઉઠી હતી. આ ફોર્મ સીટમાં રહેલા કેમિકલને કારણે આગ સીધી દેખાવાને બદલે અતિશય ધુમાડો પેદા થયો હતો, જેને પરિણામે ઘરમાં હાજર 4 મહિલાઓ અને એક માસૂમ બાળકનું ગૂંગળામણને કારણે મોત નીપજ્યું હતું. 

મૃતકોમાં શહેનાઝ બેગમ અબ્દુલ કલામ અંસારી (ઉં.વ. 65), હુસા બેગમ અબ્દુલ કલામ અંસારી (ઉં.વ.18, શુભાન રમઝાન અલી અંસારી (ઉં.વ. 4), શબીનાં રમઝાન અલી અંસારી (ઉં.વ. 28) અને પરવીન અબ્દુલ કલામ અંસારી (ઉં.વ. 19)નો સમાવેશ થાય છે, જેના કારણે આખા વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે.

ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમો અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ ઘરની અંદર સાડીઓ અને માલ-સામાન એટલી હદે ભરેલો હતો કે બચાવકર્મીઓને અંદર પ્રવેશવામાં પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકો અને પૂર્વ મેયરના જણાવ્યા અનુસાર, ઘરમાં પગ મૂકવાની પણ જગ્યા નહોતી અને સાથોસાથ બે ગેસના સિલિન્ડર પણ હાજર હતા, જેના કારણે મોટી હોનારત થવાનું જોખમ તોળાઈ રહ્યું હતું. 

લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલ અને જેસીપી બલરામ મીણા સહિતના ઉચ્ચ અધિકારીઓએ પણ સ્થળ પર દોડી જઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ, ફોર્મ સીટ અને સાડીઓમાં લાગેલી આગને કારણે આખું ઘર કાટમાળમાં ફેરવાઈ ગયું છે અને ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે. હાલમાં તમામ મૃતદેહોને બહાર કાઢી PM અર્થે ખસેડવામાં આવ્યા છે અને પોલીસ દ્વારા આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.