April 1, 2026
ગુજરાત

સુરત : ઉનની મદ્રેસામાં લાખોની ચોરી કરી પુરાવા નાશ કરવા આગ લગાવનાર આરોપી ઝડ્પાયો...

08:45:00 AM
Save
Mar 27, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સુરત : </strong></span>ઉનની મદ્રેસામાં લાખોની ચોરી કરી પુરાવા નાશ કરવા આગ લગાવનાર આરોપી ઝડ્પાયો...</p>

સુરતના ઉન-ભેસ્તાન રોડ પર આવેલી એક મદ્રેસામાં તાજેતરમાં બનેલી ચોરી અને આગજનીની સનસનાટીભરી ઘટનાનો ભેદ ઉકેલવામાં ભેસ્તાન પોલીસને મોટી સફળતા મળી છે. શ્રદ્ધા અને સેવાની આડમાં છુપાયેલા એક ગુનાહિત માનસ ધરાવતા શખ્સે મદ્રેસાને નિશાન બનાવી લાખોની મત્તાની ચોરી કરી હતી અને ત્યારબાદ પકડાઈ જવાના ડરે પુરાવાનો નાશ કરવા દસ્તાવેજોમાં આગ લગાવી દીધી હતી. જોકે, પોલીસની તીક્ષ્ણ નજર અને ટેકનિકલ સર્વેલન્સ સામે આરોપીની તમામ ચાલાકી નિષ્ફળ સાબિત થઈ છે અને ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લેવામાં આવ્યો છે.

આ ઘટનાની વિગત એવી છે કે, પકડાયેલ આરોપી અબ્દુલ સમદ અગાઉ ભંગારના ગોડાઉનમાં કામ કરતો હતો અને હાલમાં અત્તર તથા ટોપી વેચીને પોતાનું ગુજરાન ચલાવતો હતો. તે છેલ્લા કેટલાક સમયથી ઉનની આ મદ્રેસામાં સાફ-સફાઈની સેવા આપવા માટે અવારનવાર જતો હતો. લોકો તેને એક નિઃસ્વાર્થ સેવાદાર સમજતા હતા, પરંતુ વાસ્તવમાં તે સેવાના બહાને મદ્રેસાની ઓફિસની રેકી કરી રહ્યો હતો. તેને જાણ હતી કે મદ્રેસામાં આવતું દાન ઓફિસના કબાટમાં રાખવામાં આવે છે. લાખો રૂપિયાની આ રકમ જોઈ તેના મનમાં લાલચ જાગી હતી અને તેણે ચોરીનો એક ખતરનાક માસ્ટર પ્લાન તૈયાર કર્યો હતો. 

વહેલી સવારે આશરે 3:45 વાગ્યે જ્યારે ચારેબાજુ શાંતિ હતી, ત્યારે અબ્દુલ સમદે મદ્રેસામાં પ્રવેશ કર્યો હતો. તેણે ઓફિસનું તાળું તોડી કબાટમાં રાખેલા ડોનેશનના રોકડા 7,50,000 રૂપિયા અને કિંમતી મોબાઈલ ફોન સહિત કુલ 8,45,000ની મત્તા પર હાથફેરો કર્યો હતો. ચોરી કર્યા બાદ પોતાનો ગુનો છુપાવવા માટે તેણે અત્યંત ગંભીર પગલું ભર્યું હતું. તેણે ઓફિસમાં રહેલા વર્ષો જૂના અગત્યના દસ્તાવેજો, શૈક્ષણિક ફાઈલો અને અન્ય કાગળો ભેગા કરી તેને આગ ચાંપી દીધી હતી. તેનો હેતુ પુરાવાઓને બાળીને ખાખ કરી દેવાનો હતો, જેથી પોલીસ તપાસમાં તે ક્યારેય પકડાય નહીં. આ આગમાં અનેક કિંમતી દસ્તાવેજો બળીને રાખ થઈ ગયા હતા.