April 2, 2026
ગુજરાત

સુરતીઓના મેટ્રોના સપનાને લાગી પાંખ: ડ્રીમ સિટીથી અલથાણ વચ્ચે 8.5 કિમીનું ટ્રાયલ રન, ટૂંક સમયમાં ગુંજશે મેટ્રોની વ્હિસલ

04:28:00 PM
Save
Mar 29, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);">સુરતીઓના મેટ્રોના સપનાને લાગી પાંખ: </span></strong>ડ્રીમ સિટીથી અલથાણ વચ્ચે 8.5 કિમીનું ટ્રાયલ રન, ટૂંક સમયમાં ગુંજશે મેટ્રોની વ્હિસલ</p>

સુરત શહેરના વિકાસમાં આજે એક નવું અને સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. સુરતીઓ જેની વર્ષોથી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, તે મેટ્રો ટ્રેનનું સપનું હવે હકીકત બનવા તરફ જઈ રહ્યું છે. સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટ અંતર્ગત આજે ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સ્ટેશન વચ્ચેના 8.5 કિલોમીટરના લાંબા રૂટ પર સફળતાપૂર્વક 'ટ્રાયલ રન' શરૂ કરવામાં આવ્યો છે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પ્રધાનમંત્રીના 'વિકસિત ભારત'ના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મક્કમ ડગલું છે. દેશના મોટા શહેરોમાં મેટ્રોની અત્યાધુનિક સવલતો ઝડપથી ઉપલબ્ધ થાય તે માટે કેન્દ્ર સરકાર આગ્રહી છે. જેના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્ય સરકાર દ્વારા સુરત મેટ્રો પ્રોજેક્ટની કામગીરી પર સતત દેખરેખ રાખીને તેને ગતિશીલ બનાવવામાં આવી રહી છે.

જેના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી અને રાજ્ય સરકાર દ્વારા સુરત મેટ્રો પ્રોજેક્ટની કામગીરી પર સતત દેખરેખ રાખીને તેને ગતિશીલ બનાવવામાં આવી રહી છે.ટેકનિકલ સિદ્ધિઓની વાત કરીએ તો, ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ સુધીના વાયડક્ટનું સિવિલ કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ કરી લેવામાં આવ્યું છે. આ સાથે જ ટ્રેન દોડાવવા માટે જરૂરી એવા ટ્રેક બિછાવવાનું કાર્ય અને ટ્રેક્શન પાવર માટેની 'થર્ડ રેલ' સિસ્ટમનું જટિલ કામ પણ નિર્ધારિત સમયમર્યાદામાં પૂરું કરવામાં આવ્યું છે. આ રૂટ પર મુસાફરોની સુવિધા માટે કુલ સાત સ્ટેશનો બનાવવામાં આવ્યા છે. હાલમાં આ તમામ સાત સ્ટેશન બિલ્ડિંગોનું મુખ્ય સ્ટ્રક્ચર કામ પૂર્ણ થઈ ચૂક્યું છે.

સ્ટેશનો પર મુસાફરોના આવાગમન માટે એન્ટ્રી-એક્ઝિટ પોઈન્ટ્સ, લિફ્ટ જે ટૂંક સમયમાં આખરી ઓપ લેશે.મેટ્રો ટ્રેનને સામાન્ય જનતા માટે ખુલ્લી મૂકતા પહેલા તેની સુરક્ષા અને ટેકનિકલ સક્ષમતાની કસોટી કરવી અનિવાર્ય હોય છે. આ ટ્રાયલ રન દરમિયાન ટ્રેનનું આશરે 500 કલાક સુધી રનિંગ ટેસ્ટિંગ કરવામાં આવશે. આ પ્રક્રિયામાં ટ્રેનની સ્પીડ, બ્રેકિંગ સિસ્ટમ, સિગ્નલિંગ અને કમ્યુનિકેશન જેવા પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. ટ્રાયલ રન પૂર્ણ થયા બાદ, આ રૂટની ચકાસણી માટે કેન્દ્રીય સંસ્થાઓ જેવી કે RDSO  અને CMRS દ્વારા નિરીક્ષણ કરવામાં આવશે.

આ એજન્સીઓ દ્વારા સુરક્ષાના તમામ માપદંડો પર ગ્રીન સિગ્નલ મળ્યા બાદ જ મેટ્રો ટ્રેન સુરતીઓ માટે સત્તાવાર રીતે શરૂ કરવામાં આવશે. આ આજના સફળ ટ્રાયલ રનથી સુરતના ટ્રાફિકના પ્રશ્નો હલ થવાની અને શહેરની કનેક્ટિવિટી વધુ ઝડપી બનવાની દિશામાં મોટું ડગલું ભરાયું છે. મેટ્રો શરૂ થવાથી લાખો સુરતીઓનો સમય બચશે અને પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. સુરતીઓ હવે એ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે જ્યારે તેઓ આ હાઈટેક મેટ્રોમાં સવાર થઈને શહેરની સફર કરશે.