April 1, 2026
ગુજરાત

સુરતની મિલેનિયમ-1 માર્કેટની એક દુકાનમાં આગ લાગતા અફરાતફરી, ફાયર ફાઈટરો ઘટનાસ્થળે... 

09:05:00 AM
Save
Mar 24, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સુરતની મિલેનિયમ-1 માર્કેટની એક દુકાનમાં આગ લાગતા અફરાતફરી,</strong></span> ફાયર ફાઈટરો ઘટનાસ્થળે... </p>

સુરતના ધમધમતા રિંગરોડ વિસ્તારમાં આવેલી પ્રતિષ્ઠિત મિલેનિયમ-1 ટેક્સટાઈલ માર્કેટ આજે ફરી એકવાર આગની ચપેટમાં આવતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી 'કપૂર લહેંગા અને શૂટ' નામની દુકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગના ગોટા અને ધુમાડા આસપાસની દુકાનો સુધી પ્રસરી જતાં ગ્રાહકો અને વેપારીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. આ ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગ તુરંત હરકતમાં આવ્યું હતું અને ત્રણ અલગ-અલગ ફાયર સ્ટેશનની પાંચથી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી.

આગ લાગતાની સાથે જ દુકાનમાં રહેલા કિંમતી લહેંગા અને શૂટના જથ્થાને બચાવવા માટે ત્યાં હાજર લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. માર્કેટના સાંકડા રસ્તાઓ અને ધુમાડાના ગોટા વચ્ચે કપડાના સ્ટોકને સુરક્ષિત સ્થળે ખસેડવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હજુ માત્ર 23 દિવસ પહેલા જ આ જ મિલેનિયમ માર્કેટમાં આગની ઘટના બની હતી, જેના પગલે વેપારીઓમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. વારંવાર સર્જાતી આવી દુર્ઘટનાઓને કારણે વેપારીઓના શ્વાસ અધ્ધર થઈ ગયા છે અને માર્કેટની ફાયર સેફ્ટી સિસ્ટમ સામે પણ અનેક સવાલો ઉભા થયા છે. સદનસીબે, ફાયર વિભાગની સમયસૂચકતાને કારણે આગ વધુ પ્રસરતી અટકી હતી, પરંતુ શોર્ટ સર્કિટ કે અન્ય કારણોસર લાગેલી આ આગે વેપારીઓને આર્થિક નુકસાનની સાથે માનસિક ફાળ પણ પાડી દીધી છે.