April 1, 2026
ક્રાઈમ

શું પિતાનું નામ આપવાને પણ લાયક છે આ વ્યક્તિ? સુરતમાં 16 વર્ષની દીકરી પર 4 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ....

02:11:00 PM
Save
Mar 24, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>શું પિતાનું નામ આપવાને પણ લાયક છે આ વ્યક્તિ? </strong></span>સુરતમાં 16 વર્ષની દીકરી પર 4 વર્ષ સુધી આચર્યું દુષ્કર્મ....</p>

સુરતના ખટોદરા વિસ્તારમાંથી માનવતા અને સંબંધોને શર્મસાર કરી દેતી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક નરાધમ સાવકા પિતાએ પોતાની જ 16 વર્ષની દીકરી સમાન કિશોરી પર છેલ્લા ચાર વર્ષથી સતત દુષ્કર્મ આચરીને પિતા-પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કર્યો છે. આ પાપી પિતાની હેવાનીયત માત્ર ઘરની ચાર દીવાલો સુધી સીમિત નહોતી, પરંતુ તેણે એક લગ્નપ્રસંગમાં પણ સગીરાની છેડતી કરી પોતાની વિકૃત માનસિકતાનું પ્રદર્શન કર્યું હતું. નરાધમે પોતાની કાળી કરતૂતો છુપાવવા માટે અને કિશોરીનું મોઢું બંધ રાખવા માટે માતા અને પુત્રી બંનેને જાનથી મારી નાખવાની સતત ધમકીઓ આપીને ઘરમાં ભયનું એવું વાતાવરણ ઊભું કર્યું હતું કે સગીરા લાંબા સમય સુધી આ નરક જેવી યાતના સહન કરવા મજબૂર બની હતી.

લાંબા સમયના ત્રાસ અને શારીરિક-માનસિક શોષણથી કંટાળેલી સગીરાએ આખરે હિંમત ભેગી કરી પોતાની માસી સમક્ષ રડતા રડતા આપવીતી વર્ણવી હતી. સગીરાના શબ્દો સાંભળી ચોંકી ઉઠેલા પરિવારે તુરંત જ પોલીસનો સંપર્ક સાધ્યો હતો. આ હૃદયદ્રાવક ઘટનાની જાણ થતા જ સમગ્ર ખટોદરા પંથકમાં લોકોમાં ભારે રોષ અને ફિટકારની લાગણી ફાટી નીકળી હતી. બનાવની ગંભીરતાને પારખીને ખટોદરા પોલીસે પણ તાત્કાલિક એક્શન મોડમાં આવી, નરાધમ પિતા વિરુદ્ધ દુષ્કર્મ અને કડક કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ આ નરાધમની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે, જેથી સમાજમાં દાખલો બેસે અને પીડિત કિશોરીને ન્યાય મળી શકે.