April 1, 2026
ગુજરાત

સુરતના મોરા ભાગલ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે જોરદાર ટક્કર, કારના ફૂરચેફૂરચા ઉડ્યા પણ સવાર તમામનો ચમત્કારિક બચાવ

05:32:00 PM
Save
Mar 26, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સુરતના મોરા ભાગલ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે જોરદાર ટક્કર, </strong></span>કારના ફૂરચેફૂરચા ઉડ્યા પણ સવાર તમામનો ચમત્કારિક બચાવ</p>

ડાયમંડ સિટી સુરતના મોરા ભાગલ વિસ્તારમાં આજે એક ભયાનક અકસ્માત સર્જાતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. એક ખાનગી લક્ઝરી બસ અને ફોર વ્હીલ કાર વચ્ચે થયેલા જોરદાર ધડાકા સાથેના અકસ્માતમાં કારના આગળના ભાગના ફૂરચા ઉડી ગયા હતા, પરંતુ સદનસીબે મોટી જાનહાનિ ટળી છે. મળતી માહિતી અનુસાર, સુરતના મોરા ભાગલ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી એક ફોર વ્હીલ કાર અને ખાનગી બસ વચ્ચે સામસામે ટક્કર થઈ હતી.

અકસ્માત એટલો ભીષણ હતો કે કાર ધડાકાભેર બસ સાથે અથડાઈ હતી, જેના કારણે કારના બોનેટ અને આગળના ભાગનો બૂકડો બોલી ગયો હતો. અકસ્માતનો અવાજ સાંભળી આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. આ અકસ્માતની સૌથી મોટી અને રાહતની વાત એ રહી કે, કારની હાલત જોતા એમ લાગતું હતું કે અંદર સવાર લોકોને ગંભીર ઈજા થઈ હશે, પરંતુ કારમાં સવાર તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ થયો છે.

સદનસીબે આ આખી ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, જેને લોકો કુદરતનો કરિશ્મા માની રહ્યા છે.ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને રસ્તા પરથી ખસેડી ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. હાલમાં પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી, બસ ચાલકની બેદરકારી હતી કે કાર ચાલકની તે દિશામાં વધુ તપાસ અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.