April 11, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

નો રિપીટ થીયરી કે જૂના નેતાઓ પર ભરોસો? સુરત મનપા ચૂંટણી માટે ભાજપે 120 ઉમેદવારોના નામ જાહેર કર્યા... 

09:59:00 AM
Save
Apr 11, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);"><strong>નો રિપીટ થીયરી કે જૂના નેતાઓ પર ભરોસો?</strong></span> સુરત મનપા ચૂંટણી માટે ભાજપે 120 ઉમેદવારોના નામ જાહેર કર્યા...&nbsp;</p>

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને રાજકીય માહોલ ગરમાયો છે, ત્યારે સુરત મહાનગરપાલિકાના જંગ માટે ભારતીય જનતા પાર્ટીએ આક્રમક રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગઈકાલે ગાંધીનગર સ્થિત પ્રદેશ કાર્યાલય 'કમલમ' ખાતે પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને પ્રદેશ ચૂંટણી સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ટોચના નેતાઓની હાજરીમાં લાંબા સમય સુધી ગહન મંથન કરવામાં આવ્યું હતું અને વિવિધ સમીકરણોને ધ્યાને રાખીને ઉમેદવારોના નામ પર આખરી મહોર મારવામાં આવી હતી. ભાજપ દ્વારા સુરત મહાનગરપાલિકાના કુલ 30 વોર્ડ માટે 120 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવતા જ કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર થયો છે અને ચૂંટણીનો ધમધમાટ ચરમસીમાએ પહોંચ્યો છે.

આ બેઠક દરમિયાન જ્ઞાતિ-જાતિના સમીકરણો, ઉમેદવારની સામાજિક પ્રતિષ્ઠા અને પક્ષ પ્રત્યેની નિષ્ઠા જેવા પાસાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. 120 ઉમેદવારોની પસંદગીમાં નવા ચહેરાઓ અને અનુભવી નેતાઓનું સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેમ જણાય છે. 'કમલમ' ખાતે લેવાયેલા આ મહત્વના નિર્ણય બાદ હવે તમામ ઉમેદવારો પોતપોતાના મતવિસ્તારમાં જનસંપર્ક અને પ્રચાર માટે સજ્જ થયા છે. સુરત મહાનગરપાલિકામાં સત્તા જાળવી રાખવા માટે ભાજપે અત્યારથી જ પૂરજોશમાં રણનીતિ ઘડી કાઢી છે, જેના કારણે આગામી દિવસોમાં સુરતના રાજકારણમાં ભારે રસાકસી જોવા મળશે તે નક્કી છે. પક્ષ દ્વારા જાહેર કરાયેલા આ મુરતિયાઓ હવે મતદારોનો વિશ્વાસ જીતવા માટે એડીચોટીનું જોર લગાવશે.

જુઓ સંપૂર્ણ યાદી.... 

1

2

3

4

5

અપડેટ 

01

02