April 1, 2026
ગુજરાત

સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાનું કેન્દ્રીકરણ.... કરોડોના પ્રોજેક્ટ્સ હવે કમિશનરની લીલી ઝંડી વગર આગળ નહીં વધે 

10:55:00 AM
Save
Mar 26, 2026
Share :
<p>સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સત્તાનું કેન્દ્રીકરણ.... <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>કરોડોના પ્રોજેક્ટ્સ હવે કમિશનરની લીલી ઝંડી વગર આગળ નહીં વધે </strong></span></p>

સુરત મહાનગરપાલિકામાં વહીવટી પારદર્શિતા લાવવા અને અધિકારીઓની મનમાની પર લગામ કસવા માટે મ્યુનિસિપલ કમિશનરે એક મોટો અને કડક નિર્ણય લીધો છે. હવેથી પાલિકાના કોઈપણ ઝોન કે વિભાગ દ્વારા રૂ. 5 કરોડથી વધુના પ્રોજેક્ટ્સ કે કોન્ટ્રાક્ટના વર્ક ઓર્ડર કમિશનરની પૂર્વ મંજૂરી વિના જારી કરી શકાશે નહીં. અત્યાર સુધી કાર્યપાલક ઇજનેરો દ્વારા સીધા જ વર્ક ઓર્ડર આપી દેવાની પ્રથાને કારણે સર્જાતી વહીવટી ગૂંચવણો અને બિનપારદર્શક પદ્ધતિને રોકવા માટે આ નવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, જે હાલ પાલિકાના આંતરિક વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો.

એક અત્યંત મહત્વનો અને કડક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. હવેથી પાલિકાના કોઈપણ પ્રોજેક્ટ, કામ કે  જેની કિંમત રૂ. 5 કરોડથી વધુ હોય, તેના વર્ક ઓર્ડર મ્યુનિસિપલ કમિશનરની પૂર્વ મંજૂરી વિના જારી કરી શકાશે નહીં. નોંધનીય છે કે, સુરત પાલિકાની ચૂંટાયેલી પાંખનો કાર્યકાળ 11 માર્ચના રોજ પૂર્ણ થયો હતો. તે પૂર્વે વિકાસકામો અટકે નહીં તે હેતુથી અનેક ટેન્ડર મંજૂરી અને નીતિગત નિર્ણયોની દરખાસ્તો સ્થાયી સમિતિ અને અન્ય કમિટીઓ સમક્ષ રજૂ કરવામાં આવી હતી.

જોકે, તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, કમિટીઓ દ્વારા લેવાયેલા નિર્ણયોની જાણ વિભાગો કે ઝોન દ્વારા કમિશનરને કરવામાં આવતી નહોતી. કાર્યપાલક ઇજનેરો માત્ર ઠરાવના આધારે સીધા જ એજન્સીઓને વર્ક ઓર્ડર આપી દેતા હતા, જેના કારણે વહીવટી વડા (કમિશનર) પાસે પ્રોજેક્ટની વાસ્તવિક સ્થિતિ અંગે કોઈ અપડેટ રહેતી નહોતી. આ ગેરવ્યવસ્થાને કારણે સર્જાતી વહીવટી ગૂંચવણો રોકવા માટે ડેપ્યુટી કમિશનરે હવે સ્પષ્ટ આદેશ આપ્યો છે.

આ નવા નિયમ મુજબ, હવે તમામ મોટા પ્રોજેક્ટ્સના વર્ક ઓર્ડર જારી કરતા પહેલા ફાઈલ મ્યુનિસિપલ કમિશનરના ટેબલ પરથી પસાર થવી અનિવાર્ય છે. આ પગલાથી પાલિકાના નાણાકીય વ્યવહારોમાં વધુ પારદર્શિતા આવશે અને ઉચ્ચ સ્તરેથી પ્રોજેક્ટ્સનું સચોટ મોનિટરિંગ થઈ શકશે. સુરત પાલિકાના આ કડક વલણથી અધિકારીઓની સીધી સત્તા પર અંકુશ આવશે અને ભવિષ્યમાં પ્રોજેક્ટ્સમાં થતી સંભવિત અનિયમિતતાઓ અટકશે તેવો વિશ્વાસ વહીવટી તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.