April 1, 2026
ક્રાઈમ

સુરત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ કે વ્યાજનું વિષચક્ર? પૂર્વ પ્રમુખ બાબુ રાયકાના પુત્ર સામે પોતાના જ કાર્યકર્તાની પોલીસ ફરિયાદ

01:04:00 PM
Save
Mar 25, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સુરત કોંગ્રેસમાં આંતરિક વિખવાદ કે વ્યાજનું વિષચક્ર?</strong></span> પૂર્વ પ્રમુખ બાબુ રાયકાના પુત્ર સામે પોતાના જ કાર્યકર્તાની પોલીસ ફરિયાદ</p>

સુરતના રાજકારણમાં આજે ત્યારે મોટો ખળભળાટ મચી ગયો જ્યારે શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુ રાયકાના પુત્ર ઋષિન રાયકા વિરુદ્ધ વ્યાજખોરીની ગંભીર પોલીસ ફરિયાદ નોંધાઈ. આશ્ચર્યની વાત એ છે કે, ખુદ કોંગ્રેસના જ એક કાર્યકર્તા દીપ નાયકે ઉમરા પોલીસ મથકમાં આ ગુનો દાખલ કરાવ્યો છે. ફરિયાદીના આક્ષેપ મુજબ, 1 કરોડની રકમ સામે 1.30 કરોડ ચૂકવી દીધા હોવા છતાં, ઋષિન રાયકા દ્વારા વધુ 1.90  કરોડની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી હતી અને ગેરેન્ટી પેટે આપેલા ચેક બાઉન્સ કરાવીને તેમને માનસિક રીતે હેરાન કરવામાં આવતા હતા.

રાજકીય વગ ધરાવતા પરિવારના સભ્ય સામે વ્યાજખોરીનો આ મામલો સામે આવતા હવે પોલીસની કાર્યવાહી પર સૌની નજર મંડાયેલી છે.આ ફરિયાદ કોઈ વિરોધ પક્ષના નેતાએ નહીં, પરંતુ કોંગ્રેસના જ સક્રિય કાર્યકર્તા દીપ નાયક દ્વારા નોંધાવવામાં આવી છે. ફરિયાદી દીપ નાયકનો આક્ષેપ છે કે તેમણે ઋષિન રાયકા પાસેથી અગાઉ નાણાકીય લેતીદેતી કરી હતી, જે હવે તેમના માટે માનસિક અને આર્થિક ત્રાસનું કારણ બની ગઈ છે.

ફરિયાદ મુજબ, દીપ નાયકે ઋષિન રાયકા પાસેથી અંદાજે ૧ કરોડ રૂપિયાની રકમ લીધી હતી. આ રકમની સામે તેઓ અત્યાર સુધીમાં 1.30 કરોડ રૂપિયા જેવી માતબર રકમ પરત ચૂકવી ચૂક્યા છે. આમ છતાં, ઋષિન રાયકા દ્વારા હજુ પણ વધુ નાણાંની માંગણી કરવામાં આવી રહી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે. દીપ નાયકે ઉમરા પોલીસને જણાવ્યું હતું કે, ધિરાણ લેતી વખતે ગેરંટી પેટે ઋષિન રાયકાને કેટલાક બ્લેન્ક ચેક આપવામાં આવ્યા હતા. 

રકમ ચૂકવી દીધા હોવા છતાં ઋષિન રાયકાએ આ ચેક પરત કરવાને બદલે તેને બેંકમાં જમા કરાવી બાઉન્સ કરાવ્યા હતા અને ત્યારબાદ કાયદાકીય ગૂંચવણમાં ફસાવી હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. ફરિયાદીની રજૂઆત અને પુરાવાઓને આધારે ઉમરા પોલીસે ઋષિન રાયકા વિરુદ્ધ ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. રાજ્ય સરકારની વ્યાજખોરો સામેની ઝુંબેશ વચ્ચે એક જાણીતા રાજકીય નેતાના પુત્ર સામે ફરિયાદ નોંધાતા પોલીસ તંત્ર પણ હરકતમાં આવ્યું છે અને આગળની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે.