April 1, 2026
ગુજરાત

મોજ માણવા ગયેલા યુવકની જિંદગી સ્વિમિંગ પૂલમાં ડૂબી, સુરત ઓલપાડના એક રિસોર્ટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી 22 વર્ષીય યુવાનનું મોત... 

10:05:00 AM
Save
Mar 30, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);"><strong>મોજ માણવા ગયેલા યુવકની જિંદગી સ્વિમિંગ પૂલમાં ડૂબી,</strong></span>&nbsp;સુરત ઓલપાડના એક રિસોર્ટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી&nbsp;22 વર્ષીય યુવાનનું મોત...&nbsp;</p>

સુરતના ઓલપાડ સ્થિત તળાદ ગામની સીમમાં આવેલ અક્ષય રિસોર્ટમાં વેકેશન અને રજાની મોજ માણી રહેલા સહેલાણીઓ વચ્ચે એક અત્યંત કરુણ અને હચમચાવી દેતી ઘટના બની છે, જેમાં સુરતના પાંડેસરા વિસ્તારનો 22 વર્ષીય આશાસ્પદ યુવાન પુરુષોત્તમ અશોકભાઈ ચૌધરી કાળનો કોળિયો બની ગયો છે. ગત 23 માર્ચના રોજ બપોરના સમયે જ્યારે રિસોર્ટનો સ્વિમિંગ પૂલ લોકોથી ખચાખચ ભરેલો હતો અને 25થી વધુ લોકો પાણીમાં મજા માણી રહ્યા હતા, ત્યારે બપોરે 2:50 કલાકે પુરુષોત્તમે પૂલમાં ડૂબકી લગાવી હતી. કમનસીબે આ ડૂબકી તેની જિંદગીની છેલ્લી ડૂબકી સાબિત થઈ હતી. પાણીમાં કૂદ્યા બાદ અચાનક તે ડૂબવા લાગ્યો હતો અને બેભાન થઈ ગયો હતો. આસપાસ અનેક યુવાનો અને લોકો હોવા છતાં, કોઈને અંદાજ પણ ન આવ્યો કે તેમની બાજુમાં જ એક યુવાન જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યો છે.

આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ જે રીતે સામે આવ્યા છે તે જોઈને કોઈનું પણ કાળજું કંપી ઉઠે તેમ છે. ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે સ્વિમિંગ પૂલમાં છલાંગ લગાવ્યા બાદ પુરુષોત્તમ સતત બે મિનિટ સુધી પાણીની બહાર આવવા માટે હવાતિયાં મારી રહ્યો હતો. તે જીવ બચાવવા માટે સતત મથામણ કરતો રહ્યો, પરંતુ કમનસીબી એવી હતી કે તેની આસપાસ ન્હાઈ રહેલા લોકો કે પૂલમાં કૂદકા મારી રહેલા અન્ય યુવાનોને આ ગંભીર પરિસ્થિતિની સહેજ પણ જાણ થઈ નહોતી. લોકો તેની એકદમ નજીક જ કૂદકા મારી રહ્યા હતા, છતાં યુવાનની તડફડતી હાલત કોઈના ધ્યાને ન આવતા આખરે તે પાણીમાં શાંત થઈ ગયો હતો. જ્યારે તેને બહાર કાઢવામાં આવ્યો ત્યારે તાત્કાલિક 108 મારફતે ઓલપાડની સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો, પરંતુ ત્યાં હાજર તબીબોએ તેને મૃત જાહેર કરતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

આ ઘટનાએ રિસોર્ટમાં સુરક્ષા વ્યવસ્થા અને લાઈફ ગાર્ડની હાજરી અંગે પણ અનેક સવાલો ઉભા કર્યા છે. ઓલપાડ પોલીસે આ મામલે અક્ષય રિસોર્ટના સીસીટીવી ફૂટેજ કબજે કરીને ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી છે. પાંડેસરાના અંબિકા નિકેતનમાં રહેતા આ પરિવારનો વહાલો પુત્ર એક દિવસના પ્રવાસે ગયો હતો અને તેની લાશ ઘરે પરત ફરતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.