April 3, 2026
ક્રાઈમ

સાથે દૂધ લેવા ગયા ને કાયમ માટે સાથ છૂટી ગયો : સુરતના પર્વત પાટિયા પાસે  MPની ST બસે બે વૃદ્ધ મિત્રોને અડફેટે લીધાં, એકનું મોત...

01:57:00 PM
Save
Apr 3, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સાથે દૂધ લેવા ગયા ને કાયમ માટે સાથ છૂટી ગયો : </strong></span>સુરતના પર્વત પાટિયા પાસે  MPની ST બસે બે વૃદ્ધ મિત્રોને અડફેટે લીધાં, <strong>એકનું મોત...</strong></p>

સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આજે સવારના સમયે એક અત્યંત કરૂણ અને હૃદયદ્રાવક અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક વૃદ્ધ કેમિકલ વેપારીએ પોતાનો જીવ ગુમાવ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, પર્વત પાટિયા ચાર રસ્તા પાસે જ્યારે બે વૃદ્ધ મિત્રો રોજિંદા ક્રમ મુજબ દૂધ લઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા, ત્યારે કાળ બનીને આવેલી મધ્યપ્રદેશ સ્ટેટ ટ્રાન્સપોર્ટની (ST) બસે તેમને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે ગંભીર ઈજાઓને કારણે વૃદ્ધનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે તેમની સાથે રહેલા અન્ય મિત્રનો આબાદ બચાવ થયો હતો. આ આખી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં બસની ટક્કર અને ત્યારબાદની ભયાનકતા સ્પષ્ટપણે જોઈ શકાય છે.

મૃતક વૃદ્ધની ઓળખ શહેરના કેમિકલના વેપારી તરીકે થઈ છે, જેમના આકસ્મિક નિધનથી પરિવાર અને સ્નેહીજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક પોલીસને જાણ થતા જ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે મધ્યપ્રદેશની ST બસના ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સવાર-સવારમાં બનેલી આ ઘટનાએ સુરતના રસ્તાઓ પર ભારે વાહનોની ગતિ અને સુરક્ષા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા કર્યા છે.