April 1, 2026
ક્રાઈમ

26 વર્ષનો વનવાસ ખતમ : મહારાષ્ટ્રના જંગલોમાં વેશપલટો કરી સુરત પોલીસે દબોચ્યો બળાત્કાર અને લૂંટનો રીઢો ગુનેગાર...

04:42:00 PM
Save
Mar 25, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>26 વર્ષનો વનવાસ ખતમ :</strong></span> મહારાષ્ટ્રના જંગલોમાં વેશપલટો કરી સુરત પોલીસે દબોચ્યો બળાત્કાર અને લૂંટનો રીઢો ગુનેગાર...</p>

સુરત પોલીસની લિંબાયત ટીમે અઢી દાયકા જૂના એક ગંભીર ગુનાના વોન્ટેડ આરોપીને પકડી પાડીને કાયદાની તાકાતનો પરિચય કરાવ્યો છે. વર્ષ 1998થી પોલીસને થાપ આપી રહેલા અને સુરત શહેરના ટોપ-16 ઇનામી નાસતા ફરતા ગુનેગારોની યાદીમાં સામેલ એવા સુનિલ ઝુંબર કાળેને આખરે લોખંડી હાથોએ દબોચી લીધો છે. સુરત પોલીસના DCP કાનન દેસાઈ

આ સફળ ઓપરેશન અંગે માહિતી આપતા સુરત પોલીસના DCP કાનન દેસાઈએ જણાવ્યું હતું 60 વર્ષીય આરોપી સુનિલ કાળે વિરુદ્ધ વર્ષ 2003માં પરવતગામ વિસ્તારમાં એક ખેતરના મકાનમાં ઘૂસીને લૂંટ ચલાવવા અને બળાત્કાર જેવું જઘન્ય કૃત્ય આચરવાનો ગંભીર ગુનો નોંધાયો હતો. આ સિવાય તે લૂંટ, બળાત્કાર અને છેડતી જેવા કુલ ત્રણ અતિ ગંભીર ગુનાઓમાં છેલ્લા 26 વર્ષથી પોલીસ પકડથી દૂર ભાગતો ફરતો હતો. આરોપી મૂળ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાનો રહેવાસી છે અને સુરત ઉપરાંત તેના વતન સાંગલીમાં પણ તેની વિરુદ્ધ હત્યા જેવો સંગીન ગુનો નોંધાયેલો છે, જે તેની રીઢા ગુનેગાર તરીકેની હિસ્ટ્રી દર્શાવે છે.

આ ખતરનાક આરોપીને ઝડપી પાડવા માટે લિંબાયત પોલીસની ટીમે ફિલ્મી પટકથા જેવું ઓપરેશન પાર પાડ્યું હતું. આરોપી મહારાષ્ટ્ર અને કર્ણાટકની સરહદ પર આવેલા સાંગલીના ગાઢ જંગલોમાં છુપાયો હોવાની સચોટ બાતમી મળતા જ પોલીસની એક ટીમ ત્યાં પહોંચી હતી. જોકે, જંગલ વિસ્તાર અને આરોપીની ચાલાકીને જોતા તેને પકડવો પડકારજનક હતો. આથી લિંબાયત પોલીસના જવાનોએ સતત પાંચ દિવસ સુધી પોતાની ઓળખ છુપાવી, સ્થાનિક વેશ ધારણ કરી જંગલના દુર્ગમ વિસ્તારોમાં વોચ ગોઠવી હતી. પોલીસની આ ધીરજ અને રણનીતિ આખરે સફળ રહી હતી અને જંગલના અંધારા ખૂણેથી આ રીઢા ગુનેગારને જીવના જોખમે દબોચી લેવામાં આવ્યો હતો.

આ આરોપી શહેરના અત્યંત જોખમી અને લાંબા સમયથી વોન્ટેડ ગુનેગારોની યાદીમાં મોખરે હતો. 26 વર્ષ સુધી કાયદાથી બચ્યા બાદ તેને એમ લાગતું હતું કે તે ક્યારેય પકડાશે નહીં, પરંતુ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના જોરે લિંબાયત પોલીસે આ અશક્ય કામગીરીને શક્ય બનાવી છે. હાલ આરોપીને સુરત લાવી તેની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે અને તેની ધરપકડથી અનેક જૂના ગુનાઓના ભેદ ઉકેલાય તેવી પણ શક્યતા છે. સુરત પોલીસની આ કામગીરીએ ગુનેગારોમાં ફાળ પાડવાની સાથે સામાન્ય જનતામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધુ મજબૂત કર્યો છે.