April 1, 2026
ગુજરાત

પોલીસ જવાનોનું ઘરનું સપનું સાકાર: સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લાભાર્થીઓને મકાનની ચાવી સોંપાઈ

05:32:00 PM
Save
Mar 26, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>પોલીસ જવાનોનું ઘરનું સપનું સાકાર: </strong></span>સુરતમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લાભાર્થીઓને મકાનની ચાવી સોંપાઈ</p>

સુરત શહેર અને જિલ્લા પોલીસના જવાનો તથા તેમના પરિવારો માટે આજનો દિવસ ઐતિહાસિક અને ખુશીઓથી ભરેલો રહ્યો છે. ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા સુરતના વિવિધ વિસ્તારોમાં તૈયાર કરવામાં આવેલા અદ્યતન આવાસો અને પોલીસ માળખાકીય સુવિધાઓનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. સુરતના પીપલોદ પોલીસ લાઈન ખાતે નવનિર્મિત 192 ક્વાર્ટર્સનું લોકાર્પણ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ, સુરતના સાંસદ મુકેશ દલાલ અને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીઓના હસ્તે લાભાર્થી પોલીસ પરિવારોને વિધિવત રીતે તેમના નવા ઘરની ચાવીઓ અર્પણ કરવામાં આવી હતી. 116 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.

જેમાં માત્ર આવાસો જ નહીં, પરંતુ પોલીસ જવાનોના બાળકો માટે લાઇબ્રેરી, ઘોડેસવારી શીખવા માટે હોર્સ રાઇડિંગ સ્કૂલ અને આ કાર્યક્રમ અંતર્ગત ભેસ્તાન પોલીસ સ્ટેશન, ACP J ડિવિઝનની ઓફિસ, અને લાજપોર મધ્યસ્થ જેલ ખાતે કિચનર્સ બરેક તથા કોમ્યુનિટી હોલનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે.

પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, આ નવી સુવિધાઓથી પોલીસ જવાનોની કાર્યક્ષમતામાં વધારો થશે અને તેમના પરિવારોને શ્રેષ્ઠ જીવનશૈલી મળશે.પોતાના પ્રવચનમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પોલીસ જવાનોના કલ્યાણ માટે કટિબદ્ધ છે. સુરત પોલીસ જે રીતે ખડેપગે શહેરની સુરક્ષા કરે છે, ત્યારે તેમના પરિવારોને તમામ આધુનિક સુવિધાઓ મળે તે જોવાની જવાબદારી સરકારની છે.