April 11, 2026
ગુજરાત

સુરત પોલીસનો 'સિંઘમ' અંદાજ : દેખ લિયા ઘર મેં ઘૂસકે મારા..." કહેનારાઓની શાન ઠેકાણે, સુરત પોલીસે લિંબાયતમાં આરોપીઓનું કાઢ્યું સરઘસ... 

01:35:00 PM
Save
Apr 9, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સુરત પોલીસનો 'સિંઘમ' અંદાજ : </strong></span>દેખ લિયા ઘર મેં ઘૂસકે મારા..." કહેનારાઓની શાન ઠેકાણે, સુરત પોલીસે લિંબાયતમાં આરોપીઓનું કાઢ્યું સરઘસ... </p>

સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો હતો, જેને ડામવા માટે લિંબાયત પોલીસે આક્રમક વલણ અપનાવ્યું છે. શહેરના રૂસ્તમ પાર્ક ગલી નંબર 3માં બનેલી એક ચોંકાવનારી ઘટનામાં, ત્રણ મહિના અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને કેટલાક માથાભારે શખ્સોએ આતંક મચાવ્યો હતો. આરોપીઓએ ફૈઝાન ઉર્ફે ડમો ઈરફાન સૈયદના ઘરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી, તેને બેફામ માર માર્યો હતો. આ ગુનેગારોએ માત્ર મારપીટ જ નહોતી કરી, પરંતુ ખુલ્લેઆમ ચપ્પુ બતાવીને પીડિતને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગુનેગારોએ અટ્ટહાસ્ય કરતા કહ્યું હતું કે, "જોઈ લીધું ને? અમે ઘરમાં ઘૂસીને માર્યો છે, હવે જો પોલીસ ફરિયાદ કરી તો તને પૂરો ખતમ કરી નાખીશું." આ પ્રકારની ફિલ્મી સ્ટાઈલની ધમકી આપીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા, પરંતુ તેમનો આ અહંકાર લાંબો સમય ટક્યો નહીં.

ઘટનાની ગંભીરતા સમજીને લિંબાયત પોલીસે તાત્કાલિક એક્શન લીધા હતા. બે દિવસ અગાઉ બનેલી આ ઘટનામાં પોલીસે ગુનો નોંધી, ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ગણતરીના કલાકોમાં ચારેય આરોપીઓ વસીમ ઉર્ફે કાલીયા, નાઝીમ ઉર્ફે ડાયમંડ, નાઝીમ ઉર્ફે લડું અને સમીર ઉર્ફે ઘૂંઘરુને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ પોલીસ ચોપડે ઘણો લાંબો છે. મુખ્ય આરોપી વસીમ વિરુદ્ધ અગાઉ 3 ગુના, નાઝીમ ડાયમંડ વિરુદ્ધ 1 ગુનો અને સમીર ઉર્ફે ઘૂંઘરુ વિરુદ્ધ અગાઉ 5 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. વારંવાર ગુના આચરતા આ શખ્સોમાં કાયદાનો ડર પેસે તે હેતુથી લિંબાયત પોલીસે આરોપીઓનું તે જ વિસ્તારમાં જાહેરમાં સરઘસ કાઢ્યું હતું જ્યાં તેમણે આતંક મચાવ્યો હતો.

પોલીસે આરોપીઓને સાથે રાખીને જે રીતે જાહેરમાં ફેરવ્યા, તેનાથી સ્થાનિક રજવાડી જનતામાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે અને ગુનેગારોની શાન ઠેકાણે આવી છે. જે ગલીઓમાં આ શખ્સો લોકોને ડરાવતા હતા, ત્યાં જ આજે તેઓ પોલીસના સકંજામાં નીચી મુંડીએ ચાલતા જોવા મળ્યા હતા. પોલીસે આ કાર્યવાહી દ્વારા સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સુરતમાં ગુનાખોરી કરનાર ગમે તેટલો માથાભારે કેમ ન હોય, તેને કાયદાનું ભાન કરાવવામાં આવશે જ.
હાલમાં લિંબાયત પોલીસ આ ટોળકી વિરુદ્ધ વધુ તપાસ હાથ ધરી રહી છે અને તેમની અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. લિંબાયત પોલીસની આ કડક કાર્યવાહીની સમગ્ર શહેરમાં પ્રશંસા થઈ રહી છે.