April 7, 2026
ગુજરાત

સુરતના રાંદેરમાં ભાજપના નેતાઓ પ્રચાર માટે આવ્યાં ત્યાં તો સ્થાનીક રહીશોએ નેતાઓનો કર્યો ઘેરાવો, ગંદા પાણીના મુદ્દે જનતાનો ભારે આક્રોશ... 

08:52:00 AM
Save
Apr 6, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સુરતના રાંદેરમાં ભાજપના નેતાઓ પ્રચાર માટે આવ્યાં ત્યાં તો સ્થાનીક રહીશોએ નેતાઓનો કર્યો ઘેરાવો,</strong></span> ગંદા પાણીના મુદ્દે જનતાનો ભારે આક્રોશ... </p>

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા ઐતિહાસિક ઝંડા ચોક ખાતે આજે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જ્યારે લોકસંપર્ક અને ડોર-ટુ-ડોર પ્રચારના હેતુથી પહોંચ્યા, ત્યારે તેમને જનતાના ઉગ્ર રોષનો સામનો કરવો પડ્યો હતો. વિસ્તારના વિકાસ અને મત મેળવવાની આશા સાથે નીકળેલા નેતાઓને જરાય અંદાજ નહોતો કે અહીં તેમનું સ્વાગત ફૂલહારથી નહીં પણ ગંદા પાણીના પ્રદર્શનથી થશે. ભાજપના કાર્યકરો અને નેતાઓ જેવા જ સોસાયટીઓમાં પ્રવેશ્યા, કે તરત જ મોટી સંખ્યામાં સ્થાનીક રહીશો એકઠા થઈ ગયા હતા અને નેતાઓને ચારેબાજુથી ઘેરી લીધા હતા. લોકોનો સૌથી મોટો આક્રોશ છેલ્લા ઘણા સમયથી આવી રહેલા દૂષિત પાણીને લઈને હતો, જેનો કોઈ નિકાલ ન આવતા રહીશોમાં ભારે નારાજગી જોવા મળી હતી.

સ્થિતિ ત્યારે વધુ વણસી જ્યારે આસપાસની સોસાયટીના રહીશો પોતપોતાના ઘરોમાંથી ડોલ અને વાસણો ભરીને પીવાનું ગંદુ પાણી રસ્તા પર લઈ આવ્યા હતા. નેતાઓની નજર સામે જ આ કાળું અને દુર્ગંધયુક્ત પાણી બતાવીને લોકોએ સવાલો કર્યા હતા. આ પ્રચાર અભિયાનમાં સુરત મહાનગરપાલિકાના પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ સહિતના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા, જેમને લોકોના રોષ સામે મૌન રહેવાની ફરજ પડી હતી. રહીશોએ નેતાઓનો ઉધડો લેતા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે જ્યાં સુધી પાયાની સુવિધાઓ નહીં મળે ત્યાં સુધી મતની અપેક્ષા રાખવી વ્યર્થ છે.

માહોલ ગરમાતા અને લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચતા જોતા, નેતાઓએ પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જનતા કાંઈ પણ સાંભળવા તૈયાર નહોતી. અંતે, કોઈ પણ અપ્રિય ઘટના ન બને અને વિવાદ વધુ ન વકરે તે હેતુથી રાજન પટેલ અને અન્ય નેતાઓએ પ્રચાર પડતો મૂકીને ત્યાંથી તાત્કાલિક રવાના થઈ જવામાં જ સમજદારી માની હતી. આગામી સમયમાં શાસક પક્ષ માટે લોકોની આ નારાજગી ચિંતાનો વિષય બની શકે તેમ છે.