April 3, 2026
ગુજરાત

સુરત : "મંદિર બચાવી શકતા હોવ તો જ વોટ માંગવા આવજો", રાંદેરમાં મંદિરના પૂજારી અને સ્થાનિકોએ રોષ વ્યક્ત કરી બેનરો માર્યા...

01:57:00 PM
Save
Apr 3, 2026
Share :
<p>સુરત : <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>"મંદિર બચાવી શકતા હોવ તો જ વોટ માંગવા આવજો",</strong></span> રાંદેરમાં મંદિરના પૂજારી અને સ્થાનિકોએ રોષ વ્યક્ત કરી બેનરો માર્યા...</p>

સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ ગોરાટ રોડ અત્યારે રાજકીય ગરમાવો નહીં, પરંતુ સ્થાનિકોના આક્રોશનું કેન્દ્ર બન્યો છે. આગામી ચૂંટણીઓના પડઘમ વાગી રહ્યા છે ત્યારે રાંદેરના સુપ્રસિદ્ધ ગોરાટ હનુમાન મંદિરની આસપાસની પરિસ્થિતિને લઈને ભક્તો અને સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ વિરોધ પ્રદર્શિત કરવા માટે મંદિરની બહાર અને સમગ્ર વિસ્તારમાં ઠેર-ઠેર "ગોરાટ બચાવો" ના નારા સાથેના બેનરો લગાવવામાં આવ્યા છે, જેમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જે નેતાઓ આ પવિત્ર મંદિરની સુરક્ષા અને અસ્તિત્વ ટકાવી રાખવા સક્ષમ હોય, તેમણે જ મત માંગવા માટે આ વિસ્તારમાં પ્રવેશ કરવો. આ બેનરોમાં લખાયેલા સૂત્રોએ સમગ્ર શહેરમાં ચર્ચા જગાવી છે, જેમાં એક ગંભીર સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે, "એક બાબરી તૂટી અને ગોરાટમાં બીજી ઉભી થઈ ગઈ, જવાબદાર કોણ?"

સ્થાનિકોનો મુખ્ય આરોપ છે કે ગોરાટ હનુમાન મંદિરની દીવાલને અડીને જ વિધર્મીઓની વસ્તી સતત વધી રહી છે. હિન્દુ બહુમતી ધરાવતા આ વિસ્તારમાં વસ્તીના બદલાતા સમીકરણો અને વિધર્મીઓના અતિક્રમણને કારણે ભક્તોમાં અસલામતીની ભાવના જન્મી છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે આ ગંભીર સમસ્યા અંગે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં સત્તાધીશો દ્વારા મૌન સેવવામાં આવ્યું છે. કોઈ નક્કર ઉકેલ ન આવતા હવે જનતાનો ધીરજ ખૂટી છે. આ લડતમાં માત્ર રહીશો જ નહીં, પરંતુ મંદિરના પૂજારીએ પણ સક્રિયપણે જોડાઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે અને નેતાઓની ઉદાસીનતા સામે સવાલો ઉઠાવ્યા છે.

ચૂંટણી સમયે જ્યારે નેતાઓ વિકાસના દાવાઓ સાથે ઘરે-ઘરે જઈ રહ્યા છે, ત્યારે ગોરાટ વિસ્તારના આ બેનરો તેમની માટે મુશ્કેલી ઊભી કરી શકે તેમ છે. લોકોમાં એવી પ્રબળ લાગણી છે કે ધાર્મિક આસ્થાના કેન્દ્ર સમાન આ મંદિરની ગરિમા જાળવવામાં જો રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ હોય, તો મત લેવાનો તેમને કોઈ અધિકાર નથી. આક્રમક રીતે લખાયેલા આ સમાચારે સુરતના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે અને હવે જોવાનું એ રહે છે કે આ જનરોષને શાંત કરવા માટે વહીવટી તંત્ર કે રાજકીય પક્ષો શું પગલાં ભરે છે.