April 7, 2026
ક્રાઈમ

સુરત : સચિન હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના, ટ્રકે બાઈકને ટક્કર મારતા યુવતીનું ઘટનાસ્થળે થયું મોત, બે ઘાયલ...

11:36:00 AM
Save
Apr 6, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સુરત : સચિન હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના,</strong></span> ટ્રકે બાઈકને ટક્કર મારતા યુવતીનું ઘટનાસ્થળે થયું મોત, બે ઘાયલ...</p>

સુરત : ડાયમંડ સિટી સુરતમાં બેફામ દોડતા ભારે વાહનો જાણે નિર્દોષ નાગરિકો માટે યમદૂત સમાન સાબિત થઈ રહ્યા છે. સુરતના સચિન હાઈવે પર આજે એક હૃદયદ્રાવક 'હિટ એન્ડ રન'ની ઘટના સામે આવી છે, જેમાં એક ટ્રક ચાલકે બાઈક સવાર પરિવારને પાછળથી જોરદાર ટક્કર મારતા 23 વર્ષીય યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

ઘટનાની વિગત
મળતી માહિતી મુજબ, સચિનના વાંજ ગામ પાસેથી એક બાઈક પર પરિવારના ત્રણ સભ્યો પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા એક ટ્રક ચાલકે બાઈકને અડફેટે લીધું હતું. ટક્કર એટલી ભયાનક હતી કે બાઈક પર સવાર ત્રણેય લોકો ફંગોળાયા હતા. જેમાં 23 વર્ષીય લક્ષ્મી રમેશ રાઠોડનું ઘટનાસ્થળે જ મોત થયું છે. જ્યારે મૃતક લક્ષ્મીની માતા હંસાબેન અને અન્ય એક વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયાં છે. 

હોસ્પિટલમાં સારવાર અને પોલીસ કાર્યવાહી
અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા હંસાબેન અને અન્ય એક વ્યક્તિને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.

દુર્ઘટના બાદ માનવતા નેવે મૂકી ટ્રક ચાલક વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ સચિન પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ફરાર ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. માર્ગ પર લાગેલા CCTV ફૂટેજ દ્વારા ટ્રકની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.