April 1, 2026
ગુજરાત

શિક્ષણધામ કે શ્રમધામ? સુરતની આ શાળામાં માસૂમોના હાથમાં પુસ્તકોને બદલે પાણીની ડોલ, વિધાથીઓ કામ કરતા દ્રશ્યો કેમેરામાં થયાં કેદ...

08:45:00 AM
Save
Mar 27, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>શિક્ષણધામ કે શ્રમધામ?</strong></span> સુરતની આ શાળામાં માસૂમોના હાથમાં પુસ્તકોને બદલે પાણીની ડોલ, વિધાથીઓ કામ કરતા દ્રશ્યો કેમેરામાં થયાં કેદ...</p>

સુરત મહાનગરપાલિકા જેને 'સ્માર્ટ સિટી' અને હાઈટેક સુવિધાઓના નામે ઓળખાવે છે, તે જ શહેરના શિક્ષણ જગતનો એક એવો ચહેરો સામે આવ્યો છે જે માનવતા અને શિક્ષણ વ્યવસ્થા પર અનેક સવાલ ઊભા કરે છે. ડીંડોલી વિસ્તારમાં આવેલી નવનિર્માણ નગર પ્રાથમિક શાળા નંબર 404ના દ્રશ્યો જોતા પહેલી નજરે એમ લાગે કે જાણે કોઈ બાંધકામની સાઈટ હોય, પરંતુ હકીકત એ છે કે આ એક સરકારી શાળા છે જ્યાં ભવિષ્યના ઘડતરને બદલે માસૂમ બાળકો પાસે મજૂરી કરાવવામાં આવી રહી છે. જે ઉંમરે આ બાળકોના હાથમાં પેન અને પુસ્તકો હોવા જોઈએ, તે ઉંમરે ધોમધખતા તાપમાં તેઓ ભારેખમ પાણીની ડોલો ઉચકીને સફાઈ કામ કરતા કેમેરામાં કેદ થયા છે. 

સ્કૂલ ડ્રેસમાં સજ્જ આ બાળકોની હાલત કોઈ મજૂર જેવી જોવા મળી રહી છે. આ શાળામાં 800થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ આટલી મોટી સંખ્યા સામે સફાઈ માટે માત્ર એક જ કર્મચારીની નિમણૂક કરવામાં આવી છે, જે તંત્રની લાચારી અને અણઘડ વહીવટનો પુરાવો છે. પ્રશ્ન એ થાય છે કે શું શિક્ષણ સમિતિના શાસકો આ દ્રશ્યોથી અજાણ છે? શું હજારોનું બજેટ ધરાવતી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ પાસે સફાઈ કામદારો રાખવાના પણ પૈસા નથી? અગાઉ પણ સુરતની શાળાઓમાં આવી ઘટનાઓ બની ચુકી છે, તેમ છતાં તંત્ર હજુ સુધી ઘોર નિદ્રામાં હોય તેમ જણાય છે. બાળકો પાસે શ્રમ કરાવીને તેમના શિક્ષણના ભોગે સફાઈ કરાવવી એ માત્ર બેદરકારી નથી, પણ માસૂમોના અધિકારોનું હનન છે.

માત્ર ઈમારતો મોટી અને ચળકતી બનાવવાથી શિક્ષણ 'સ્માર્ટ' નથી બની જતું, પરંતુ તેની વ્યવસ્થા અને સંચાલન સ્માર્ટ હોવું જરૂરી છે. જ્યારે શાળાના પ્રિન્સિપાલ અને જવાબદાર અધિકારીઓની નજર સામે જ બાળકો મજૂરી કરી રહ્યા હોય, ત્યારે તેમની ગંભીર બેદરકારી સામે કડક પગલાં લેવાવા જોઈએ. શું તંત્ર આ માસૂમોનો પરસેવો જોઈને જાગશે કે પછી આવી ઘટનાઓનો સિલસિલો યથાવત રહેશે તે હવે મોટો સવાલ છે.