April 10, 2026
ક્રાઈમ

બદલો લેવાની ફિરાકમાં હતો સૂર્યા મરાઠી ગેંગનો સાગરીત, ગુનો આચરે તે પૂર્વે જ સુરત SOGએ દબોચ્યો, દીપક કુટેકરને પિસ્તોલ સાથે ઝડ્પ્યો... 

01:26:00 PM
Save
Apr 10, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>બદલો લેવાની ફિરાકમાં હતો સૂર્યા મરાઠી ગેંગનો સાગરીત,</strong></span> ગુનો આચરે તે પૂર્વે જ સુરત SOGએ દબોચ્યો, દીપક કુટેકરને પિસ્તોલ સાથે ઝડ્પ્યો... </p>

આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને શહેર પોલીસ કમિશનરના આદેશથી એક્શન મોડમાં આવેલી SOGની ટીમે ચોકબજાર વિસ્તારમાંથી એક સફળતા મેળવી છે. વર્ષ 2024માં થયેલા ફાયરિંગનો બદલો લેવા માટે હથિયાર સાથે ફરેલા અને 21 જેટલા ગુનાહિત ઈતિહાસ ધરાવતા કુખ્યાત સૂર્યા મરાઠી ગેંગના સભ્ય દીપક કુટેકરને પોલીસે દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી પાડ્યો છે. આ ધરપકડથી શહેરમાં સંભવિત મોટી લોહીયાળ ઘટના ટળી ગઈ છે.

શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી છે. ખાસ કરીને શહેરમાં ગેરકાયદેસર હથિયારો ધરાવતા અને અરાજકતા ફેલાવતી ગેંગના સભ્યો પર વોચ રાખવા માટે એસ.ઓ.જી. (Special Operations Group)ને સક્રિય કરવામાં આવી છે. આ સૂચનાના અનુસંધાને નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમના માર્ગદર્શન હેઠળ SOG PI એ.એસ. સોનારા અને તેમની ટીમે બાતમીદારોનું જાળ બિછાવ્યું હતું.

ઘટના શું હતી?

આ દરમિયાન PI જે.એમ. પરમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે PSI એમ.ડી. હડિયાની ટીમે ચોકબજાર વિસ્તારમાં વોચ ગોઠવી હતી. પોલીસને મળેલી બાતમી મુજબ વેડરોડ પર આવેલી વિરામનગર સોસાયટી પાસે એક શખ્સ શંકાસ્પદ હાલતમાં હથિયાર સાથે ફરતો હતો, જેને તુરંત જ કોર્ડન કરીને ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન ઝડપાયેલા શખ્સની ઓળખ દીપક ઉર્ફે દીપક નારાયણભાઇ કુટેકર (ઉં.વ. 23) તરીકે થઈ હતી, જે મૂળ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડનો વતની છે. પોલીસે તેની ઝડતી લેતા તેની પાસેથી એક દેશી  બનાવટની પિસ્તોલ મળી આવી હતી, જેની કિંમત અંદાજે 35,000 રૂપિયા છે. પૂછપરછમાં આરોપીએ કબૂલાત કરી હતી કે વર્ષ 2024માં હિતેશ સોલંકી નામના શખ્સ સાથે થયેલા ઝઘડા અને તેના પર થયેલા ફાયરિંગનો બદલો લેવા માટે તેણે આ હથિયાર ખરીદ્યું હતું. આ પિસ્તોલ તેણે અંદાજે એક વર્ષ પહેલા ઉત્તર પ્રદેશના એક વોન્ટેડ આરોપી પાસેથી ખરીદી હતી. સુરત પોલીસે સમયસૂચકતા વાપરીને આ રીઢા ગુનેગારને પકડી પાડતા શહેરમાં કોઈ મોટી ગંભીર ઘટના બનતા અટકી ગઈ છે. આરોપી વિરૂદ્ધ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આરોપી સૂર્યા મરાઠી ગેંગનો સક્રિય સભ્ય હતો 

દીપક કુટેકરનો ગુનાહિત ઇતિહાસ અત્યંત ડરામણો છે, તે સૂર્યા મરાઠી ગેંગનો સક્રિય સભ્ય હોવાનું સામે આવ્યું છે. તેની વિરુદ્ધ ચોકબજાર પોલીસ સ્ટેશનમાં 2019થી અત્યાર સુધીમાં હત્યાની કોશિશ, મારપીટ, રાયોટિંગ, NDPS અને આર્મ્સ એક્ટ સહિત કુલ 21 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. એટલું જ નહીં, તેની ગુનાહિત પ્રવૃત્તિઓને કારણે તેને ચાર વખત 'પાસા' હેઠળ જેલમાં ધકેલવામાં આવ્યો હતો અને એકવાર હદપાર (તડીપાર) પણ કરવામાં આવ્યો હતો.

આમ છતાં, તે સતત ગુનાહિત પ્રવૃત્તિઓમાં લિપ્ત રહેતો હતો. હાલમાં આ રીઢા ગુનેગારની ધરપકડથી સુરત પોલીસને મોટી સફળતા મળી છે અને ગુનાખોરી ડામવા માટેનો મક્કમ નિર્ધાર ફરી એકવાર સાબિત થયો છે.