April 2, 2026
ટેકનોલોજી

ગપ્પાં મારે, ગીતો સંભળાવે અને સલાહ પણ આપે! સુરતના વકીલે સામાન્ય મોપેડમાં AI પ્રાણ ફૂંકી બનાવ્યું 'બોલતું બાઈક'

03:30:00 PM
Save
Mar 29, 2026
Share :
<p>ગપ્પાં મારે, ગીતો સંભળાવે અને સલાહ પણ આપે! <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સુરતના વકીલે સામાન્ય મોપેડમાં AI પ્રાણ ફૂંકી બનાવ્યું 'બોલતું બાઈક'</strong></span></p>

શું તમે ક્યારેય એવું ટુ-વ્હીલર જોયું છે જે રસ્તા પર ચાલતા-ચાલતા તમારી સાથે ગપ્પાં મારે, તમને ગીતો સંભળાવે અને જરૂર પડે ત્યારે વડીલોની જેમ સલાહ પણ આપે? સાંભળવામાં કદાચ આ કોઈ સાયન્સ-ફિક્શન ફિલ્મની વાર્તા લાગે, પણ સુરતના રસ્તાઓ પર અત્યારે આવું જ એક 'બોલતું મોપેડ' આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સુરતના એક વકીલે પોતાની સૂઝબૂઝ અને AI ટેક્નોલોજીની મદદથી સામાન્ય મોપેડને એક સ્માર્ટ રોબોટિક ફ્રેન્ડમાં ફેરવી દીધું છે. સુરત ટેક્નોલોજી અને ઇનોવેશનના શહેર સુરતમાં વધુ એક અદભૂત આવિષ્કાર જોવા મળ્યો છે.

સુરતના એક વકીલે પોતાની કલ્પનાશક્તિ અને ટેક્નોલોજીના સમન્વયથી એક એવું ટુ-વ્હીલર તૈયાર કર્યું છે જે રાઈડર સાથે વાતો કરે છે, પ્રશ્નોના જવાબ આપે છે અને જરૂર પડ્યે સલાહ પણ આપે છે. આ 'સ્માર્ટ AI મોપેડ' હાલ સુરતીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. સુરતના જાણીતા વકીલ મુકેશ ભાવસારે પોતાના સામાન્ય દેખાતા મોપેડને હાઈટેક બનાવવા માટે ઇન્ટરનેટ, સ્પેશિયલ ચીપ અને AI સિસ્ટમનો ઉપયોગ કર્યો છે. આ ફેરફાર બાદ હવે આ મોપેડ માત્ર એક વાહન નથી રહ્યું, પરંતુ રાઈડરનો એક અંગત મિત્ર બની ગયું છે. આ સ્માર્ટ ટુ-વ્હીલરની સૌથી મોટી ખાસિયત એ છે કે તે ચાલક સાથે ગપ્પાં મારે છે અને મજાક-મસ્તી પણ કરે છે. મુસાફરી દરમિયાન જો રાઈડર કોઈ પ્રશ્ન પૂછે તો તે ત્વરિત જવાબ આપે છે. 

એટલું જ નહીં, સુરક્ષા અને ટ્રાફિકના નિયમો બાબતે તે માતા-પિતાની જેમ યોગ્ય સલાહ પણ આપે છે, જે મુસાફરીને વધુ સુરક્ષિત બનાવે છે. લાંબી મુસાફરી દરમિયાન રાઈડર બોર ન થાય તે માટે આ AI સિસ્ટમ ગીતો સંભળાવીને મનોરંજન પણ પૂરું પાડે છે. સામાન્ય મોપેડમાં ફિટ કરાયેલી સ્માર્ટ ચીપ ઇન્ટરનેટ સાથે કનેક્ટ હોવાથી તે સતત અપડેટ રહે છે અને લેટેસ્ટ માહિતી પૂરી પાડે છે, દેખાવમાં આ મોપેડ અન્ય વાહનો જેવું જ સામાન્ય લાગે છે, પરંતુ તેની અંદરની સિસ્ટમ તેને ખાસ બનાવે છે.

મુકેશ ભાવસાર જણાવે છે કે, એકલતા દૂર કરવા અને ટેક્નોલોજીનો ઉપયોગ રોજિંદા જીવનમાં કેવી રીતે અસરકારક રીતે કરી શકાય તે વિચાર સાથે તેમણે આ પ્રોજેક્ટ પર કામ કર્યું હતું. જ્યારે પણ આ વાતો કરતું મોપેડ સુરતના રસ્તાઓ પર નીકળે છે, ત્યારે લોકો તેને જોતા જ રહી જાય છે. વાતચીત કરતા આ વાહનનો વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ભવિષ્યમાં આ પ્રકારની ટેક્નોલોજી ટુ-વ્હીલર સેક્ટરમાં ક્રાંતિ લાવી શકે છે તેવું નિષ્ણાતો માની રહ્યા છે.