April 2, 2026
ગુજરાત

સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં દિવાળી જેવો માહોલ: સરકારે ₹1002 કરોડની સબસિડી રિલીઝ કરી, વેપારીઓમાં ખુશીની લહેર

11:02:00 AM
Save
Apr 2, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);"><strong>સુરત ટેક્સટાઇલ ઉદ્યોગમાં દિવાળી જેવો માહોલ:</strong></span> સરકારે ₹1002 કરોડની સબસિડી રિલીઝ કરી, વેપારીઓમાં ખુશીની લહેર</p>

વૈશ્વિક યુદ્ધની સ્થિતિ અને નિકાસમાં આવેલા ઘટાડા વચ્ચે સુરતના ટેક્સટાઇલ  ઉદ્યોગ માટે રાહતના મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે વિવિંગ અને ટેક્સટાઇલ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે અંદાજે ₹1002 કરોડની સબસિડી રિલીઝ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આ નિર્ણયથી છેલ્લા ઘણા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહેલા ઉદ્યોગકારોમાં નવી આશાનો સંચાર થયો છે. મળતી વિગતો અનુસાર, વર્ષ 2019ની ટેક્સટાઇલ પોલિસી અને 2022ની આત્મનિર્ભર ગુજરાત યોજના હેઠળ પેન્ડિંગ રહેલી ફાઈલોને ક્લિયર કરવામાં આવી છે.

કુલ 4500થી વધુ ફાઈલોનો નિકાલ થવાથી સબસિડીની રકમ સીધી ઉદ્યોગકારોના ખાતામાં જમા થશે, આટલી મોટી રકમ છૂટી થવાથી વિવિંગ એકમોને વર્કિંગ કેપિટલ અને નવી ટેકનોલોજી અપનાવવામાં મોટી મદદ મળશે. સુરતનો કાપડ ઉદ્યોગ ખાસ કરીને વિવિંગ સેક્ટર યુદ્ધ જેવી વૈશ્વિક પરિસ્થિતિને કારણે મંદીમાં સપડાયો હતો. આ મુદ્દે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા સરકારમાં વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી.

ઉદ્યોગકારોની માગણીઓને ધ્યાને રાખીને સરકારે આર્થિક સહાયનું મોટું પેકેજ જાહેર કરીને ઉદ્યોગને 'સંજીવની' પૂરી પાડી છે.આ સબસિડી માત્ર હાલની મંદી દૂર કરવામાં જ નહીં, પરંતુ સુરતના કાપડ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે વધુ સ્પર્ધાત્મક બનાવવામાં પણ મદદરૂપ થશે. સબસિડીના નાણાં મળવાથી ઉદ્યોગકારો ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી શકશે અને રોજગારીના નવા અવસરો ઊભા થશે.

ખાસ કરીને નવા મશીનો અને અપગ્રેડેશન માટે આ સહાય મહત્વની સાબિત થશે,સુરતના અર્થતંત્રનો મુખ્ય આધાર ગણાતા ટેક્સટાઇલ સેક્ટરને સરકારના આ નીતિગત નિર્ણયથી મોટું બળ મળશે. યુદ્ધની નકારાત્મક અસરો સામે લડવા અને સ્થાનિક ઉદ્યોગને આત્મનિર્ભર બનાવવા માટે ₹1002 કરોડનું આ પેકેજ એક સીમાચિહ્નરૂપ પગલું સાબિત થશે.