April 8, 2026
ગુજરાત

જો હિતમાં છે તો ‘ચોરી-છૂપી’થી કેમ? ઉધના વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવા મુદ્દે સ્થાનિકોમાં રોષ, પહેલાં ફાયદા સમજાવો પછી લગાવો માંગ ઉઠી...

12:29:00 PM
Save
Apr 8, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>જો હિતમાં છે તો ‘ચોરી-છૂપી’થી કેમ? </strong></span>ઉધના વિસ્તારમાં સ્માર્ટ મીટર લગાવવા મુદ્દે સ્થાનિકોમાં રોષ, <strong>પહેલાં ફાયદા સમજાવો પછી લગાવો માંગ ઉઠી...</strong></p>

સુરતના ઉધના વિસ્તારમાં દક્ષિણ ગુજરાત વિજ કંપની લિમિટેડ (DGVCL) દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીને લઈને મોટો વિવાદ સર્જાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી આ વિસ્તારના ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના ઘરે કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના આપ્યા વગર સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકોનો મુખ્ય આક્ષેપ છે કે તંત્ર દ્વારા લોકશાહી ઢબે કામ કરવાને બદલે જોહુકમી ચલાવવામાં આવી રહી છે. ગ્રાહકોને અંધારામાં રાખીને કરવામાં આવતી આ કાર્યવાહીને કારણે લોકોમાં ભય અને અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું છે, જેને પગલે વિરોધના સૂર સંભળાઈ રહ્યા છે.

સ્થાનિક રહીશો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો સરકાર અને વિજ કંપની દાવો કરતી હોય કે સ્માર્ટ મીટર ગ્રાહકોના ફાયદા માટે છે, તો પછી તેને ચોરીછૂપીથી લગાવવાની જરૂર કેમ પડી? લોકોની માંગ છે કે લોકોને યોગ્ય માહિતી આપવામાં આવે અને તેના ફાયદાઓ સમજાવવામાં આવે ત્યારબાદ જ મીટર લગાવવાની કાર્યવાહી કરવામાં આવે. ફાયદા સમજાવ્યા વગર સીધા મીટર બદલી નાખવાની પદ્ધતિને કારણે લોકોમાં રોષ જોવાં મળી રહ્યો છે. 

આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન એક સામાજિક કાર્યકર્તાએ DGVCLના કર્મચારીઓ દ્વારા કરવામાં આવતી કામગીરીનો લાઈવ વિડિયો બનાવી સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યો છે. આ વિડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કર્મચારીઓ ગ્રાહકોના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપવાને બદલે ઉતાવળે મીટર ફિટ કરી રહ્યા છે. હાલમાં સમગ્ર ઉધના વિસ્તારમાં આ મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.