April 1, 2026
ગુજરાત

સુરત : વેસુની એક રેસિડન્સીમાં લિફ્ટ અટકી જતાં બે મહિલાઓ ફસાઈ, ફાયર બ્રિગેડની મદદથી મોટી દુર્ઘટના ટળી... 

02:20:00 PM
Save
Mar 28, 2026
Share :
<p>સુરત : <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>વેસુની એક રેસિડન્સીમાં લિફ્ટ અટકી જતાં બે મહિલાઓ ફસાઈ,</strong></span> ફાયર બ્રિગેડની મદદથી મોટી દુર્ઘટના ટળી... </p>

સુરતના પોશ ગણાતા વેસુ વિસ્તારમાં આવેલી જયનીમ રેસિડન્સીમાં આજે શનિવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી, જેમાં બિલ્ડિંગની લિફ્ટ અચાનક વિલન સાબિત થઈ હતી. સામાન્ય રીતે અવરજવર માટે વપરાતી આ લિફ્ટમાં ટેકનિકલ ખામી સર્જાતા તે ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલા માળની વચ્ચે જ લોખંડી પિંજરાની જેમ જકડાઈ ગઈ હતી. આ સમયે લિફ્ટમાં સવાર બે મહિલાઓ માટે સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ હતી, કારણ કે લિફ્ટ અધવચ્ચે અટકી જવાની સાથે જ અંદર સંપૂર્ણપણે અંધારપટ છવાઈ ગયો હતો. બહાર નીકળવાનો કોઈ રસ્તો ન જણાતા અને બંધિયાર જગ્યામાં ગભરામણ થવાને કારણે બંને મહિલાઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. અંદાજે અડધા કલાક સુધી આ મહિલાઓ ભય અને અંધકારના ઓછાયા હેઠળ ફસાયેલી રહી હતી, જેને કારણે આસપાસના રહીશોમાં પણ ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

ઘટનાની જાણ થતા જ તાત્કાલિક સુરત ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી, જેણે સમયસૂચકતા વાપરીને તાબડતોબ બચાવ કામગીરી શરૂ કરી હતી. લિફ્ટ ટેકનિકલી લોક થઈ ગઈ હોવાથી તેને સામાન્ય રીતે ખોલવી અશક્ય હતી, જેના પગલે ફાયરના જવાનોએ ભારે જહેમત બાદ લિફ્ટનો દરવાજો તોડવાનો નિર્ણય લીધો હતો. અત્યંત ચોકસાઈપૂર્વક લિફ્ટનો દરવાજો તોડીને અંદર ફસાયેલી બંને મહિલાઓને હેમખેમ બહાર કાઢવામાં આવી હતી. મહિલાઓ બહાર આવતા જ પરિવારજનો અને રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો ફાયર વિભાગ સમયસર ન પહોંચ્યું હોત તો ગૂંગળામણને કારણે કોઈ મોટી જાનહાનિ થવાની પૂરેપૂરી શક્યતા હતી.