April 1, 2026
ક્રાઈમ

વિદેશ જવાના સપના પર ફેરવ્યું પાણી : સુરતમાં ફિનલેન્ડ-કેનેડાના વિઝાના નામે 2.13 કરોડની ઠગાઈ કરનાર એજન્ટ ઝડપાયો... 

02:29:00 PM
Save
Apr 1, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>વિદેશ જવાના સપના પર ફેરવ્યું પાણી : </strong><span style="color: rgb(0, 0, 0);" data-mce-style="color: rgb(0, 0, 0);">સુરતમાં </span></span>ફિનલેન્ડ-કેનેડાના વિઝાના નામે 2.13 કરોડની ઠગાઈ કરનાર એજન્ટ ઝડપાયો... </p>

સુરતના પાલ વિસ્તારમાં વિદેશમાં નોકરી અપાવવાના બહાને નિર્દોષ લોકો સાથે કરોડોની છેતરપિંડી આચરનારી એક મોટી ગેંગનો પર્દાફાશ થયો છે. વિદેશ જવાના સપના જોતા અનેક લોકો પાસેથી લાખો રૂપિયા ખંખેરી લેનાર 'મહાકાલ ટ્રાવેલ્સ એન્ડ ટુર્સ'ના એજન્ટની પાલ પોલીસે આખરે ધરપકડ કરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી વરુણ રાજુભાઈ પરમારે ફિનલેન્ડ અને કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાની લાલચ આપીને કુલ 13 જેટલા લોકો પાસેથી 2.13 કરોડ રૂપિયા જેવી માતબર રકમ પડાવી લીધી હતી. ભોગ બનનારાઓએ પોતાની સાથે થયેલી આ ગંભીર છેતરપિંડી અંગે પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને સઘન તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

સુરત ACP શ્વેતા ડેનિયલ

સુરત પોલીસના ACP શ્વેતા ડેનિયલએ જણાવ્યુ હતું કે  કેસની તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, આરોપી વરુણ પરમારે વિઝાના નામે ખૂબ જ વ્યવસ્થિત રીતે આખું કૌભાંડ રચ્યું હતું અને લોભામણી વાતો કરીને ક્લાયન્ટોને વિશ્વાસમાં લીધા હતા. છેતરપિંડીનો ભોગ બનનાર લોકોએ જ્યારે વિઝા કે કામગીરી અંગે પૂછપરછ શરૂ કરી, ત્યારે આરોપીએ તેમને ટાળવાનું શરૂ કર્યું હતું અને અંતે હાથ ઊંચા કરી દીધા હતા. પોલીસે આ મામલે આરોપીને દબોચી લીધો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ વિઝાના નામે લોકોની લાગણી અને તેમની આર્થિક સ્થિતિનો ગેરફાયદો ઉઠાવીને આ કરોડોનું કૌભાંડ આચર્યું હતું.

હાલ પાલ પોલીસ આ કેસમાં આરોપીની કડક પૂછપરછ કરી રહી છે અને તેણે આ રકમ ક્યાં વાપરી છે તેમજ આમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. આ કૌભાંડનો વ્યાપ હજુ વધવાની શક્યતા સેવાઈ રહી છે.