April 2, 2026
ગુજરાત

સુરતના શ્રમિકોને મળશે 5 કિલોના ગેસ સિલિન્ડર: શ્રમિકોનું પલાયન રોકવા હર્ષ સંઘવીનો નિર્ણય

07:19:00 PM
Save
Mar 29, 2026
Share :
<p><strong>સુરતના શ્રમિકોને મળશે 5 કિલોના ગેસ સિલિન્ડર: <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">શ્રમિકોનું પલાયન રોકવા હર્ષ સંઘવીનો નિર્ણય</span></strong></p>

ઔદ્યોગિક એકમોના સંચાલન અને શ્રમિકોના રોજિંદા જીવન માટે ગેસ (LPG) એક અનિવાર્ય જરૂરિયાત છે. ખાસ કરીને હીરા અને ટેક્સટાઇલ હબ ગણાતા સુરતમાં હજારો શ્રમિકો વસે છે, જેમના માટે ઇંધણની સરળ ઉપલબ્ધતા સીધી રીતે તેમની આર્થિક સ્થિરતા અને જીવનધોરણ સાથે જોડાયેલી છે. ગેસની અછત કે કાળાબજારી માત્ર ઉદ્યોગોને જ નહીં, પરંતુ સામાન્ય શ્રમિક પરિવારના રસોડાને પણ અસર કરે છે.

શ્રમિકોનું પલાયન રોકવા ઐતિહાસિક નિર્ણય

આજે સુરત ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે ખાસ બેઠક યોજી હતી. આ બેઠકનો મુખ્ય એજન્ડા ઉદ્યોગોમાં વરતાતી LPG ની અછત અને શ્રમિકોની સમસ્યાઓનો હતો. સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા જણાવ્યું છે કે, હવેથી શ્રમિકોને 5 કિલોના નાના LPG સિલિન્ડર આપવામાં આવશે. આ પગલાથી શ્રમિકોને ઇંધણ મેળવવામાં સરળતા રહેશે અને તેમનું પલાયન અટકાવી શકાશે. આ નિર્ણયને 'સાઉથ ગુજરાત મિલ એસોસિયેશન' દ્વારા આવકારવામાં આવ્યો છે.

કાળાબજારી કરનારાઓ સામે લાલ આંખ

બેઠક બાદ હર્ષ સંઘવીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ગેસની અછત અંગે ફેલાતી કોઈપણ પ્રકારની અફવાઓ પર જનતાએ વિશ્વાસ ન કરવો. તેમણે કડક શબ્દોમાં ચેતવણી આપી હતી કે, ગેસની કાળાબજારી કરનારા તત્વો સામે પહેલેથી જ ગુના નોંધવામાં આવ્યા છે. ગેસના પુરવઠામાં વિક્ષેપ પાડનારાઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે.

ઉદ્યોગોની અન્ય સમસ્યાઓનું નિવારણ

નાયબ મુખ્યમંત્રીએ ઉદ્યોગકારોની અન્ય પાયાની સમસ્યાઓ સાંભળી હતી અને સ્થળ પર જ વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી.