તાપી મહાનગરપાલિકા માટે ભાજપે તૈયાર કરી વિનિંગ ટીમ, જુઓ કોને કયા વોર્ડમાં મળી એન્ટ્રી

રાજ્યમાં પાલિકા-પંચાયતની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે, ત્યારે રાજકીય ગરમાવા વચ્ચે ભાજપે આખરે તાપી મહાનગરપાલિકા માટે પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખના માત્ર એક દિવસ પહેલાં જ ભાજપે આ યાદી જાહેર કરતાં સ્થાનિક રાજકારણમાં મોટી હલચલ મચી ગઈ છે. લાંબા સમય સુધી ચાલેલી આંતરિક મથામણ અને દાવેદારોની લાંબી યાદી પર ચર્ચાઓ કર્યા બાદ પક્ષે ઉમેદવારોના નામને આખરી સ્વરૂપ આપ્યું છે. ભાજપની આ યાદી સામે આવતાની સાથે જ ક્યાંક ખુશી તો ક્યાંક નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે આગામી દિવસોમાં ચૂંટણી પ્રચાર વધુ તેજ બને તેવી શક્યતા છે.
ઉમેદવારોના નામો નક્કી કરવા માટે છેલ્લા ઘણા દિવસોથી ભાજપ પ્રદેશ અને સ્થાનિક નેતૃત્વ વચ્ચે બેઠકોનો દોર ચાલ્યો હતો. અનેક દાવેદારોના બાયોડેટા અને સ્થાનિક સર્વેના આધારે વિજેતા બની શકે તેવા ચહેરાઓને જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. પક્ષે ‘નો-રિપીટ’ અને ‘પરફોર્મન્સ’ બંને પાસાઓને સંતુલિત કરવાનો પ્રયાસ કર્યો છે. આવતીકાલે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ હોવાથી, ભાજપના તમામ ઉમેદવારો પોતાના સમર્થકો સાથે રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા જશે. આ સાથે જ વાપી મહાનગરપાલિકાના જંગનો વિધિવત પ્રારંભ થઈ જશે.
1

2
3 
4
5
6
7
8
9
10
11
12
