April 1, 2026
ગુજરાત

લુણાવાડામાં વ્યાજખોરોનો આતંક: 12 લાખ સામે 34 લાખ ચૂકવ્યા છતાં દુકાન પચાવી પાડી, 2 સામે પોલીસ ફરિયાદ

08:19:00 PM
Save
Mar 30, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">લુણાવાડામાં વ્યાજખોરોનો આતંક: </span>12 લાખ સામે 34 લાખ ચૂકવ્યા છતાં દુકાન પચાવી પાડી, 2 સામે પોલીસ ફરિયાદ</strong></p>

સામાન્ય માણસ જ્યારે આર્થિક સંકડામણમાં હોય ત્યારે વ્યાજખોરો મદદના બહાને તેને પોતાના જાળમાં ફસાવતા હોય છે. વ્યાજનું ઊંચું દર અને ચક્રવૃદ્ધિ ગણતરીને કારણે દેવાદાર વ્યક્તિ મુડી કરતાં અનેકગણું વ્યાજ ચૂકવવા છતાં ક્યારેય દેવામાંથી મુક્ત થઈ શકતો નથી. લુણાવાડાની આ ઘટના વ્યાજખોરીના આ દૂષણનું વરવું ઉદાહરણ પૂરું પાડે છે.

મહિસાગરના લુણાવાડા શહેરમાં ટિફિન સેવા પૂરી પાડતા એક સામાન્ય વેપારી વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીનો શિકાર બન્યા છે. ધંધાના વિકાસ અને ઘરકામ માટે લીધેલી લોન હવે વેપારી માટે ગળાનો ફાંસો બની ગઈ છે. આ મામલે ભોગ બનનાર દ્વારા પોલીસમાં ન્યાયની ગુહાર લગાવાતા બે શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ઘટનાની વિગત:

લુણાવાડામાં ટિફિન સર્વિસ ચલાવતા ફરિયાદીએ વર્ષ 2023 માં પોતાના વ્યવસાય અને અંગત કામકાજ માટે વ્યાજખોરો પાસેથી 10% ના માસિક વ્યાજે 12,44,000 રૂપિયા ઉછીના લીધા હતા. ફરિયાદીનો દાવો છે કે તેમણે અત્યાર સુધી મુડી અને વ્યાજ પેટે કુલ 34,58,000 થી વધુની માતબર રકમ વ્યાજખોરોને ચૂકવી દીધી છે.

દુકાન પચાવી પાડી અને 40 લાખની માંગ:

આટલી મોટી રકમ ચૂકવ્યા બાદ પણ વ્યાજખોરોની ભૂખ સંતોષાઈ ન હતી. વ્યાજખોરોએ હજુ પણ 40,00,000 રૂપિયા બાકી હોવાનું જણાવી ફરિયાદી પર પઠાણી ઉઘરાણી શરૂ કરી હતી. એટલું જ નહીં, ફરિયાદી પર દબાણ લાવીને તેમની રોજીરોટી સમાન દુકાન પણ પચાવી પાડી હોવાનો ગંભીર આરોપ લગાવવામાં આવ્યો છે.

પોલીસ કાર્યવાહી:

પોતાની મિલકત અને જમાપુંજી ગુમાવ્યા બાદ વેપારીએ પોલીસનું શરણું લીધું હતું. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાને રાખી લુણાવાડા પોલીસે 02 શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. રાજ્ય સરકારની વ્યાજખોરો વિરુદ્ધની કડક ઝુંબેશ વચ્ચે બનેલી આ ઘટનાથી સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જાગી છે.