April 7, 2026
બોલિવૂડ

કંજૂસ મખીચૂસ બનેલા રાજકુમાર રાવની ફિલ્મ ‘ટોસ્ટર’નું ટ્રેલર રિલીઝ, ‘રમાકાંત’એ પાર કરી સારી હદો

11:43:00 AM
Save
Apr 5, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">કંજૂસ મખીચૂસ બનેલા રાજકુમાર રાવની ફિલ્મ ‘ટોસ્ટર’નું ટ્રેલર રિલીઝ, </span>‘રમાકાંત’એ પાર કરી સારી હદો</p>

નેટફ્લિક્સે તેની આગામી ડાર્ક કોમેડી ફિલ્મ ‘ટોસ્ટર’નું ટ્રેલર રિલીઝ કરી દીધું છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ અને સાન્યા મલ્હોત્રા લીડ રોલમાં છે. ફિલ્મ 15 એપ્રિલે સીધી નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ રમાકાંત નામના અત્યંત કંજૂસ અને માખીચૂસ વ્યક્તિનું પાત્ર ભજવી રહ્યા છે. તેમની પત્ની (સાન્યા મલ્હોત્રા) તેમની અત્યંત કંજૂસીથી પરેશાન રહે છે. રમાકાંત ખર્ચ કરેલા દરેક રૂપિયાનો હિસાબ રાખે છે, જેનાથી તેમની પત્ની તંગ આવી જાય છે.

પરિસ્થિતિ ત્યારે વધુ બેકાબૂ બને છે જ્યારે કોઈની લગ્નમાં ગિફ્ટ આપવા માટે તેઓ એક ટોસ્ટર ખરીદે છે. આ ટોસ્ટરમાં કંઈક એવી વિશેષ વાત છે કે શહેરના લગભગ તમામ લોકો તેને મેળવવા માટે હોડમાં લાગી જાય છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Netflix India (@netflix_in)

ફિલ્મમાં કયા કલાકારો છે?
વિવેક દાસ ચૌધરી દ્વારા નિર્દેશિત અને કમ્પા ફિલ્મ્સ (પત્રલેખા દ્વારા પ્રોડ્યુસ્ડ)ના બેનર હેઠળ બનેલી આ ફિલ્મમાં અર્ચના પૂરન સિંહ, અભિષેક બનર્જી, ફરાહ ખાન, ઉપેન્દ્ર લિમયે, વિનોદ રાવત, જિતેન્દ્ર જોશી અને સીમા પાહવા જેવા અનેક અનુભવી કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.

રાજકુમાર રાવે ફિલ્મને કહી ‘ખાસ’
રાજકુમાર રાવે ફિલ્મ વિશે વાત કરતાં કહ્યું, “આ ફિલ્મ મારા માટે ખાસ છે કારણ કે આ અમારા પ્રોડક્શન હાઉસ ‘કમ્પા ફિલ્મ્સ’ની પહેલી ફિલ્મ છે, જે પત્રલેખાએ પ્રોડ્યુસ કરી છે. હું આ વાર્તાને દર્શકો સુધી પહોંચાડવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. ‘ટોસ્ટર’ મને સૌથી વધુ આકર્ષિત કરે છે કે એક નાની વસ્તુ કોઈના મન પર કેવી રીતે પૂરેપૂરી અસર કરી શકે છે.”

રાજકુમાર રાવ આ ફિલ્મ પહેલાં 2024ની સુપરહિટ ફિલ્મ ‘સ્ત્રી-2’માં અને ત્યારબાદ એક્શન થ્રિલર ‘માલિક’માં જોવા મળ્યા હતા.