મંદિરમાં ‘ગરુડ ઘંટી’ વગાડવાના આ 5 મોટા ફાયદા, જાણો તેની પાછળનું ધાર્મિક રહસ્ય
મંદિરમાં પ્રવેશતાની સાથે જ સૌપ્રથમ કાર્ય ઘંટી વગાડવાનું હોય છે પરંતુ, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ઘંટી માત્ર ધાતુનો એક ટુકડો છે કે તેની પાછળ કોઈ ગહન ધાર્મિક માન્યતા છુપાયેલી છે? શાસ્ત્રો અને પુરાણો અનુસાર ઘંટી વગાડવાનું વિશેષ મહત્વ છે. સ્કંદ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે ઘંટીનો નાદ ‘ૐ’ની ગુંજારવ જેવો હોય છે. તેનાથી મંદિરમાં વિરાજમાન દેવી-દેવતાઓની પ્રતિમાઓમાં ચેતના જાગૃત થાય છે અને ભક્તની પ્રાર્થના સીધી ભગવાન સુધી પહોંચે છે.
ગરુડ ઘંટી વગાડવાના 5 મોટા ફાયદા:
દેવતાઓની ચેતના જાગૃત કરે છે:
ઘંટીની ધ્વનિ એક આહ્વાન છે. તે ભગવાનને સંકેત આપે છે કે ભક્ત તેમના દ્વારે આવ્યો છે અને તેમની પ્રાર્થના સાંભળો.
નકારાત્મક શક્તિઓને દૂર ભગાડે છે:
ઘંટીનો અવાજ નકારાત્મક ઊર્જા અને દુષ્ટ શક્તિઓને દૂર કરે છે અને મંદિરના વાતાવરણમાં સકારાત્મકતા (પોઝિટિવિટી)નો સંચાર કરે છે.
મનને તરત શાંત કરે છે:
ઘંટીની ધ્વનિ કમ સે કમ 7 સેકન્ડ સુધી ગુંજતી રહે છે. આ અવાજ મગજના ડાબા અને જમણા ભાગને જોડીને મનને તરત જ શાંત અને સ્થિર કરે છે.
ભક્તિનો સંદેશ સીધો પ્રભુ સુધી પહોંચાડે છે:
ઘરના મંદિરમાં વપરાતી ‘ગરુડ ઘંટી’ના ઉપરના ભાગે ભગવાન વિષ્ણુના વાહન ગરુડદેવની મૂર્તિ હોય છે. ગરુડને દેવતાઓના સંદેશવાહક માનવામાં આવે છે, તેથી આ ઘંટી વગાડવાથી ભક્તિનો સંદેશ સીધો ભગવાન સુધી પહોંચે છે.
પ્રાર્થના અને આહ્વાનનું માધ્યમ:
ઘંટી વગાડવું એ માત્ર એક ક્રિયા નથી પરંતુ, ભક્ત અને ભગવાન વચ્ચેનો પવિત્ર સંપર્ક સ્થાપિત કરવાનું માધ્યમ છે. તે પ્રાર્થનાને વધુ શક્તિશાળી બનાવે છે.
ગરુડ ઘંટીનું ખાસ મહત્વ:
આ ઘંટી તાંબા, જસ્તા, નિકલ અને ક્રોમિયમ જેવી ધાતુઓના વિશેષ મિશ્રણથી બનાવવામાં આવે છે. તેની ધ્વનિ ‘ૐ’ના નાદ સમાન હોવાથી તે આધ્યાત્મિક ઊર્જા વધારે છે અને મનને એકાગ્ર કરે છે. રામનવમી અને અન્ય તહેવારો પર મંદિરમાં ગરુડ ઘંટી વગાડીને ભક્તો ભગવાનની વિશેષ કૃપા પ્રાપ્ત કરે છે.