April 1, 2026
લાઈફ સ્ટાઇલ

કાચી કે મીઠી? ટેટી પસંદ કરવાની આ અદભૂત રીતો તમારા પૈસા વસૂલ કરી દેશે

10:05:00 AM
Save
Mar 22, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>કાચી કે મીઠી? </strong></span>ટેટી પસંદ કરવાની આ અદભૂત રીતો તમારા પૈસા વસૂલ કરી દેશે</p>

ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક આપતી મીઠી અને રસદાર ટેટી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. પરંતુ ઘણીવાર બજારમાંથી હોંશે હોંશે લાવેલી ટેટી ઘરે આવીને કાપીએ ત્યારે તે મોળી અથવા કાચી નીકળે છે, જેનાથી પૈસા અને સ્વાદ બંને બગડે છે. શું તમે પણ ટેટી ખરીદતી વખતે મૂંઝવણમાં મુકાઈ જાવ છો? હવે ચિંતા કરવાની જરૂર નથી! આજે અમે તમને જણાવીશું એવી ૫ સરળ રીતો, જેનાથી તમે સેકન્ડોમાં પારખી શકશો કે ટેટી અંદરથી મીઠી છે કે નહીંબજારમાં ટેટી ખરીદતી વખતે ઘણીવાર તે કાચી અથવા મોળી નીકળતી હોય છે, મીઠી ટેટી ઓળખવા માટે ઘણી બાબતો રાખવી જોઈએ...

ટેટીમાં રહેલા લ્યુટીન અને ઝેક્સાન્થિન જેવા તત્વો આંખોના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. લોકો તેનો ઉપયોગ માત્ર તાજા ફળ તરીકે જ નહીં, પણ આઈસ્ક્રીમ, ફ્રૂટ ચાટ, શેક, સ્મૂધી અને વિવિધ મીઠાઈઓ બનાવવા માટે પણ કરે છે. ઉનાળામાં શરીરનું તાપમાન જાળવી રાખવા માટે ટેટીનું સેવન શ્રેષ્ઠ માનવામાં આવે છે. ટેટી ખાવાનો સૌથી ઉત્તમ સમય સવારનો નાસ્તો અથવા બપોરનું ભોજન છે.

સુગંધ દ્વારા પરખ

ટેટીને તેની દાંડીના ભાગેથી સૂંઘો. જો તેમાંથી કુદરતી મીઠી સુગંધ આવતી હોય, તો સમજવું કે તે અંદરથી પાકેલી અને સ્વાદિષ્ટ છે.

વજન અને બનાવટ

પાકેલી અને રસદાર ટેટી વજનમાં ભારે લાગે છે. જે ટેટી વજનદાર હોય તેમાં પાણી અને મીઠાશનું પ્રમાણ વધુ હોય છે.

રંગ અને છાલ

 પીળા અથવા ભૂરા રંગની જાળીદાર છાલ ધરાવતી ટેટી અંદરથી વધુ મીઠી નીકળે છે. મુલાયમ છાલવાળી ટેટી પણ ઘણીવાર નરમ અને ગળપણવાળી હોય છે.

કજરી જાતની પસંદગી

'કજરી' જાતની ટેટી તેની અત્યંત મીઠાશ અને સુગંધ માટે જાણીતી છે. તેની છાલ પર ઘેરા પટ્ટા હોય છે અને તેનું સરેરાશ વજન 500 ગ્રામ જેટલું હોય છે.

પોષક તત્વોનો ખજાનો

ટેટી માત્ર સ્વાદમાં જ નહીં પણ સ્વાસ્થ્ય માટે પણ વરદાનરૂપ છે. ટેટીમાં અંદાજે 144 ગ્રામ પાણી હોય છે, જે ઉનાળામાં ડિહાઈડ્રેશન રોકવા માટે ઉત્તમ છે. આ ઉપરાંત તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ફોસ્ફરસ ભરપૂર માત્રામાં હોય છે. વિટામિન સી, એ, અને કે તેમજ ફોલેટનો તે મુખ્ય સ્ત્રોત છે. જે પાચનક્રિયામાં સુધારો કરે છે.