March 31, 2026
ભારત

ગોવાના બાગા બીચ પર પેરાસેલિંગ દરમિયાન કેબલ તૂટતા પ્રવાસી દરિયામાં ખાબક્યો !

07:05:00 PM
Save
Mar 31, 2026
Share :
<p><strong>ગોવાના બાગા બીચ પર પેરાસેલિંગ દરમિયાન <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">કેબલ તૂટતા પ્રવાસી દરિયામાં ખાબક્યો !</span></strong></p>

પ્રવાસન સ્થળો પર વોટર સ્પોર્ટ્સ અને એડવેન્ચર એક્ટિવિટીઝ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર હોય છે, પરંતુ સુરક્ષાના માપદંડોમાં જરા સરખી ચૂક જીવલેણ સાબિત થઈ શકે છે. પેરાસેલિંગ કે સ્કુબા ડાઈવિંગ જેવી રમતોમાં જ્યારે સાધનોની ગુણવત્તા સાથે બાંધછોડ કરવામાં આવે છે, ત્યારે પ્રવાસીઓનો આનંદ પળવારમાં શોકમાં ફેરવાઈ જાય છે.

પેરાશૂટનો કેબલ તૂટતા સર્જાયા ભયાનક દ્રશ્યો

ગોવાના પ્રખ્યાત બાગા બીચ પર રવિવારે સાંજે એક હૃદયદ્રાવક ઘટના બની હતી. પેરાસેલિંગ કરી રહેલા એક પ્રવાસીનો હવામાં જ કેબલ તૂટી જતાં તે ઊંચાઈએથી સીધો ઊંડા દરિયામાં પટકાયો હતો. આ સમગ્ર દુર્ઘટના કિનારે ઉભેલા લોકોએ મોબાઈલમાં કેદ કરી હતી, જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

કેવી રીતે ઘટી સમગ્ર ઘટના?

અહેવાલો અનુસાર, 30 માર્ચની સાંજે જ્યારે બીચ પર પ્રવાસીઓની ભારે ભીડ હતી. બોટ દ્વારા પેરાશૂટને હવામાં ખેંચવામાં આવી રહ્યું હતું, ત્યારે અચાનક પેરાશૂટ અને બોટને જોડતો મજબૂત કેબલ વચ્ચેથી તૂટી ગયો હતો. કેબલ તૂટતાની સાથે જ પ્રવાસી પરથી કાબૂ ગુમાવ્યો અને તે અનેક ફૂટની ઊંચાઈએથી સીધો દરિયાના મોજાંઓ વચ્ચે ખાબક્યો હતો.

લાઈફ જેકેટે આપ્યું નવું જીવન

આ ભયાનક અકસ્માતમાં પ્રવાસીનો જીવ બચી ગયો તે પાછળ સુરક્ષાના નિયમોનું પાલન મુખ્ય કારણ રહ્યું. પ્રવાસીએ લાઇફ જેકેટ પહેર્યું હતું, જેના કારણે તે પાણીમાં પટકાયા બાદ ડૂબ્યો નહીં અને સપાટી પર તરતો રહ્યો. ઘટનાના તુરંત બાદ બોટ સ્ટાફ અને સ્થાનિક લાઇફગાર્ડ્સે સતર્કતા દાખવી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું અને ગણતરીની મિનિટોમાં પ્રવાસીને સુરક્ષિત બહાર કાઢ્યો હતો.

તંત્રની કડક કાર્યવાહી અને તપાસ

ગોવા પ્રવાસન વિભાગે આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને આદેશ આપ્યો છે કે પેરાસેલિંગમાં વપરાતા તમામ કેબલ્સ અને પેરાશૂટની ગુણવત્તાની ઝીણવટભરી તપાસ કરવામાં આવશે. જો ઓપરેટરની બેદરકારી અથવા જૂના સાધનોનો ઉપયોગ માલૂમ પડશે, તો તેમનું લાઇસન્સ કાયમી ધોરણે રદ કરવામાં આવશે અને કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

ગોવામાં દર વર્ષે લાખો પ્રવાસીઓ આવે છે, ત્યારે આ ઘટનાએ વોટર સ્પોર્ટ્સ ઓપરેટરો માટે સુરક્ષાના નિયમોનું કડક પાલન કરવું કેટલું અનિવાર્ય છે તે ફરી એકવાર સાબિત કરી દીધું છે.