April 1, 2026
ગુજરાત

સુરતમાં માસૂમ બાળકીનું ટેરેસ પરથી પટકાતા કરૂણ મોત: વાલીઓ માટે લાલબત્તી સમાન ઘટના

03:28:00 PM
Save
Apr 1, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">સુરતમાં માસૂમ બાળકીનું ટેરેસ પરથી પટકાતા કરૂણ મોત:</span> વાલીઓ માટે લાલબત્તી સમાન ઘટના</strong></p>

નાના બાળકો કુતૂહલવશ ગમે ત્યાં દોડી જતાં હોય છે, ત્યારે તેમની સુરક્ષા પ્રત્યે રાખવામાં આવેલી સહેજ પણ બેદરકારી આખા પરિવાર માટે આજીવનનો આઘાત બની શકે છે. ખાસ કરીને ઊંચા મકાનો, ટેરેસ કે ગેલેરીમાં બાળકો જ્યારે રમતા હોય ત્યારે અભેદ ગ્રીલ કે સુરક્ષા કવચ હોવું અનિવાર્ય છે.

રમતા-રમતા સર્જાયો કાળમુખો અકસ્માત

સુરતના સચિન GIDC વિસ્તારમાં રહેતા ચૌહાણ પરિવારમાં માતમ છવાઈ ગયો છે. અઢી વર્ષની નાનકડી બાળકી એશવી ચૌહાણ અગાસી પર રમી રહી હતી ત્યારે અચાનક ટેરેસ પરથી નીચે પટકાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે બાળકીને માથા અને મોઢાના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકો અને પરિવારજનો તાત્કાલિક બાળકીને સારવાર માટે નજીકની હોસ્પિટલ લઈ ગયા હતા, પરંતુ કમનસીબે તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.

ગ્રીલના ગેપમાંથી સરકી ગઈ માસૂમ

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ટેરેસ પર લગાવેલી ગ્રીલની વચ્ચે રહેલા ખાલી ભાગ (ગેપ) માંથી બાળકી અચાનક સરકી ગઈ હતી. વહીવટી તંત્ર અને સુરક્ષા નિષ્ણાતો વારંવાર સૂચના આપે છે કે બાળકોના ઘરમાં ગ્રીલ વચ્ચેનું અંતર એટલું ન હોવું જોઈએ કે તેમાંથી બાળક પસાર થઈ શકે. આ બનાવથી ચૌહાણ પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને આસપાસના રહિશોમાં પણ બાળકોની સુરક્ષાને લઈને સાવચેત બન્યા છે.