April 1, 2026
ગુજરાત

નેશનલ હાઈવે પર સફર મોંઘી: 1 એપ્રિલથી ટોલ ટેક્સમાં 5% નો વધારો, વાર્ષિક પાસના ભાવમાં પણ ઉછાળો

08:19:00 PM
Save
Mar 30, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">નેશનલ હાઈવે પર સફર મોંઘી:</span> 1 એપ્રિલથી ટોલ ટેક્સમાં 5% નો વધારો, વાર્ષિક પાસના ભાવમાં પણ ઉછાળો</strong></p>

નવા નાણાકીય વર્ષના પ્રારંભ સાથે જ સામાન્ય જનતા પર આર્થિક બોજ વધવા જઈ રહ્યો છે. જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવવધારા વચ્ચે હવે પરિવહન પણ મોંઘું બનશે. સરકાર દ્વારા નેશનલ હાઈવે પર ટોલના દરોમાં વાર્ષિક સુધારો કરવાની પરંપરા મુજબ આ વર્ષે પણ ટેક્સમાં વધારો ઝીંકવામાં આવ્યો છે, જેની સીધી અસર મધ્યમ વર્ગ અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ પર જોવા મળશે.

કેન્દ્ર સરકાર દ્વારા નવા નાણાકીય વર્ષ 2026-27 ની શરૂઆત સાથે જ વાહન ચાલકોને મોટો ઝટકો આપવામાં આવ્યો છે. આગામી 1 April-2026 થી દેશભરના નેશનલ હાઈવે પર આવેલા ટોલ પ્લાઝા પર ટેક્સના દરોમાં અંદાજે 5% નો વધારો લાગુ કરવામાં આવશે. આ નિર્ણયને કારણે લાંબા અંતરની મુસાફરી કરનારા મુસાફરો અને કોમર્શિયલ વાહન ચાલકોના ખિસ્સા પર ભાર વધશે.

વાર્ષિક પાસમાં પણ ભાવવધારો:

માત્ર સિંગલ કે રિટર્ન ટ્રિપ જ નહીં, પરંતુ નિયમિત મુસાફરી કરતા લોકો માટેના વાર્ષિક પાસના દરોમાં પણ સરકારે વધારો કર્યો છે. અત્યાર સુધી 200 ટ્રિપ માટે જે વાર્ષિક પાસ 3,000 રૂપિયામાં ઉપલબ્ધ હતો, તેની કિંમતમાં હવે 75 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. એટલે કે હવે આ પાસ માટે મુસાફરોએ 3,075 રૂપિયા ચૂકવવા પડશે.

શા માટે વધ્યા દરો?

નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ અનુસાર, દર વર્ષે ફુગાવાના દર અને રસ્તાઓની જાળવણીના ખર્ચને ધ્યાનમાં રાખીને ટોલના દરોની સમીક્ષા કરવામાં આવે છે. નેશનલ હાઈવે પર બહેતર ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રસ્તાઓની મરામત અને સુરક્ષા સુવિધાઓ જાળવી રાખવા માટે આ નાણાકીય વધારો અનિવાર્ય હોવાનું સરકારનું માનવું છે.

સામાન્ય જનતા પર અસર:

ટોલ ટેક્સમાં થયેલા આ વધારાની સીધી અસર ટ્રાન્સપોર્ટ સેક્ટર પર પડશે. ટ્રક અને અન્ય માલવાહક વાહનોનો ખર્ચ વધવાથી શાકભાજી, અનાજ અને અન્ય જીવનજરૂરી વસ્તુઓના પરિવહન ખર્ચમાં વધારો થશે, જેનો અંતિમ બોજ સામાન્ય ગ્રાહકોએ સહન કરવો પડી શકે છે. નાના વેપારીઓ કે જેઓ દરરોજ ધંધાર્થે હાઈવેનો ઉપયોગ કરે છે, તેમના માસિક બજેટમાં પણ આ ફેરફારને કારણે અસર જોવા મળશે.