April 7, 2026
ટેકનોલોજી

બજેટમાં ફિટ, સ્ટાઇલમાં હિટ! Triumphની નવી 350cc બાઇક ભારતમાં થઈ લોન્ચ, જાણો શું છે ખાસ અને તમામ ફીચર્સ....

04:44:00 PM
Save
Apr 6, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>બજેટમાં ફિટ, સ્ટાઇલમાં હિટ! </strong><span style="color: rgb(0, 0, 0);" data-mce-style="color: rgb(0, 0, 0);">Triumph</span></span>ની નવી 350cc બાઇક ભારતમાં થઈ લોન્ચ, જાણો શું છે ખાસ અને તમામ ફીચર્સ....</p>

ભારતીય રસ્તાઓ પર અત્યાર સુધી જેનું એકહથ્થુ શાસન હતું તે રોયલ એનફિલ્ડ માટે હવે મુશ્કેલીના દિવસો શરૂ થઈ શકે છે. બ્રિટિશ આઇકોનિક બ્રાન્ડ ટ્રાયમ્ફ (Triumph)એ ટેક્સના નવા સમીકરણોને સમજીને ભારત માટે ખાસ 350cc રેન્જ લોન્ચ કરી દીધી છે. GSTના દરમાં ફેરફારનો લાભ સીધો ગ્રાહકો સુધી પહોંચાડવા માટે કંપનીએ તેના લોકપ્રિય 400cc એન્જિનને રિ-ટ્યુન કરીને 350ccમાં રૂપાંતરિત કર્યું છે, જેનાથી બાઇકની કિંમતોમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે.

GSTના ખેલમાં ટ્રાયમ્ફની મોટી બાજી
ભારત સરકારના નવા નિયમો મુજબ, 350cc થી વધુ ક્ષમતા ધરાવતા એન્જિન પર 40% જેટલો મોટો ટેક્સ લાદવામાં આવ્યો છે, જ્યારે 350ccથી ઓછી ક્ષમતા ધરાવતી બાઇક્સ માત્ર 18% GST સ્લેબમાં આવે છે. ટ્રાયમ્ફે બુદ્ધિપૂર્વક પોતાના એન્જિનની ક્ષમતા ઘટાડીને ટેક્સમાં સીધો 22%નો ફાયદો મેળવ્યો છે. આ ટેક્સ બચતને કારણે હવે ટ્રાયમ્ફની પ્રીમિયમ બાઇક્સ સામાન્ય માણસના બજેટમાં આવી ગઈ છે.

નવું પ્રાઈસ લિસ્ટ : કયું મોડેલ કેટલામાં પડશે?
ટ્રાયમ્ફની નવી 350 શ્રેણીના લોન્ચ પછી, અગાઉના મોડેલની તુલનામાં કિંમતોમાં નોંધપાત્ર ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં એક્સ-શોરૂમ કિંમતો, સ્પીડ T4 હવે ₹195,000માં ઉપલબ્ધ છે. સ્પીડ 400ની કિંમત હવે ₹231,890 છે. સ્ક્રેમ્બલર 400ની કિંમત ₹259,241 છે. થ્રક્સટન 400 હવે ₹265,538 માં ઉપલબ્ધ છે. સ્ક્રેમ્બલર 400 XC ની કિંમત ₹289,534 છે.

એન્જિનમાં શું બદલાયું? શું પરફોર્મન્સ ઘટશે?
કંપનીએ એન્જિનના બોર અને સ્ટ્રોકમાં ફેરફાર કરીને તેને 350cc કર્યું છે. જોકે આનાથી પાવરમાં આંશિક ઘટાડો થયો છે, પણ સામાન્ય રાઇડરને તેનાથી બહુ ફરક નહીં પડે. સ્પીડ 400 અને સ્ક્રેમ્બલર હવે 36.50 bhp પાવર અને 32 Nm ટોર્ક જનરેટ કરે છે. 0 થી 100 કિમીની ઝડપ પકડવામાં હવે 7.4 સેકન્ડને બદલે 8.1 સેકન્ડ લાગે છે. શહેરની ટ્રાફિક ભરેલી સવારી (0-60 કિમી) અને ટોપ સ્પીડમાં કોઈ મોટો તફાવત રાખવામાં આવ્યો નથી, જેથી રાઇડિંગ ફીલ 'રોયલ' જ રહેશે.

આકર્ષણનું કેન્દ્ર: નવી 'ટ્રેકર 400' (Tracker 400)
આ લોન્ચિંગમાં સૌથી મોટું સરપ્રાઈઝ Tracker 400 છે. આ બાઇક ખાસ કરીને એવા યુવાનો માટે છે જેમને સ્પોર્ટી લુક પસંદ છે. તે 350cc પ્લેટફોર્મ પર હોવા છતાં 40 HPનો પાવર જનરેટ કરે છે, જે તેને આ સેગમેન્ટની સૌથી પાવરફુલ બાઇક બનાવે છે.

કોના માટે ખતરો?
ટ્રાયમ્ફની આ નવી કિંમતો સીધી રીતે Royal Enfield Classic 350, Bullet અને Honda CB350ને ટક્કર આપશે. અત્યાર સુધી લોકો બજેટના કારણે ટ્રાયમ્ફથી દૂર રહેતા હતા, પરંતુ હવે ₹2 લાખની આસપાસ પ્રીમિયમ બ્રિટિશ બ્રાન્ડ મળતી હોવાથી ગ્રાહકો ટ્રાયમ્ફ તરફ વળે તેવી પૂરી શક્યતા છે.

ટ્રાયમ્ફનું આ પગલું સાબિત કરે છે કે તે ભારતીય બજારમાં લાંબી રેસનો ઘોડો બનવા માંગે છે. જો તમે પ્રીમિયમ ફિનિશિંગ, શાનદાર સસ્પેન્શન અને બ્રાન્ડ વેલ્યુ શોધી રહ્યા હોવ, તો નવી 350cc શ્રેણી તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે.