April 1, 2026
ભારત

બે કાર્ગો શીપ મેંગલુરુ પોર્ટ પહોચશે : અમેરિકા બાદ રશિયન ક્રૂડ ઓઈલનું ટેન્કર ભારત તરફ રવાના

02:49:00 PM
Save
Mar 22, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">બે કાર્ગો શીપ મેંગલુરુ પોર્ટ પહોચશે :</span> અમેરિકા બાદ રશિયન ક્રૂડ ઓઈલનું ટેન્કર ભારત તરફ રવાના</strong></p>

ભારતમાં રસોઈ ગેસ (LPG) ની સતત વધતી માંગને પહોંચી વળવા માટે સરકાર અને તેલ કંપનીઓ સક્રિય બની છે. આંતરરાષ્ટ્રીય સ્તરેથી ગેસના જથ્થાની આયાત કરીને સ્થાનિક વિતરણ સાંકળને વધુ સુરક્ષિત અને ઝડપી બનાવવામાં આવી રહી છે. ખાસ કરીને દક્ષિણ ભારતના રાજ્યોમાં ગેસની અછત ન સર્જાય તે માટે અત્યાધુનિક ટેન્કરો દ્વારા બંદરો પર સીધો પુરવઠો ઉતારવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જે ગ્રાહકો સુધી સમયસર સિલિન્ડર પહોંચાડવામાં મદદરૂપ થશે.

દેશમાં એલપીજીની અછતની આશંકાઓ વચ્ચે એક મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. અમેરિકા અને રશિયાથી ક્રૂડ ઓઈલ અને ગેસ લઈને નીકળેલા જહાજો ભારતીય બંદરો પર પહોંચવાનું શરૂ થઈ ગયું છે. અમેરિકાના ટેક્સાસથી આવેલું 'Pyxis Pioneer' અને રશિયાનું 'Aqua Titan' ટેન્કર ન્યૂ મેંગલુરુ પોર્ટ પર લંગરાયા બાદ હવે આગામી સપ્તાહે વધુ બે મોટા કાર્ગો શિપ ભારત આવી રહ્યા છે.

25 માર્ચના રોજ આવશે મોટો જથ્થો

આગામી 25 માર્ચ, 2026 ના રોજ 'Apollo Ocean' નામનું વિશાળ ટેન્કર ભારત પહોંચવાનું છે. આ જહાજ અંદાજે 26,687 ટન એલપીજી ગેસ લઈને આવી રહ્યું છે. આ જથ્થાનો ઉપયોગ ઇન્ડિયન ઓઇલ (IOC) અને ભારત પેટ્રોલિયમ (BPCL) દ્વારા તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે કરવામાં આવશે.

HPCL માટે 29 March એ આવશે નવું ટેન્કર

માત્ર એટલું જ નહીં, 29 માર્ચના રોજ વધુ એક ટેન્કર મેંગલુરુ બંદરે પહોંચશે, જેમાં 30,000 ટન ગેસ ભરેલો હશે. આ પુરવઠો ખાસ કરીને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) ના પ્લાન્ટ્સ માટે ફાળવવામાં આવશે. આમ, આગામી અઠવાડિયાના અંત સુધીમાં મેંગલુરુ પોર્ટ પર કુલ 72,700 ટનથી વધુ રસોઈ ગેસનો જથ્થો ઉતારવામાં આવશે.

દક્ષિણ ભારતના રાજ્યોને થશે મોટો ફાયદો

ત્રણેય મોટી તેલ કંપનીઓ (IOC, BPCL, HPCL) પાસે આ જથ્થો પહોંચ્યા બાદ, તેને દક્ષિણ ભારતના વિવિધ રાજ્યોમાં સપ્લાય કરવામાં આવશે. આનાથી ઉનાળાની શરૂઆતમાં ગેસની માંગને પહોંચી વળવામાં અને બજારમાં સિલિન્ડરની ઉપલબ્ધતા જાળવી રાખવામાં મોટી મદદ મળશે.