April 1, 2026
આંતરરાષ્ટ્રીય ખબરો

UAE એ ભારતને ખાતરી આપી....ભારતીયોનું હિત અમારી પ્રાથમિકતા છે, ગભરાવાની જરૂર નથી

03:21:00 PM
Save
Mar 21, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>UAE એ ભારતને ખાતરી આપી....</strong></span>ભારતીયોનું હિત અમારી પ્રાથમિકતા છે, ગભરાવાની જરૂર નથી</p>

અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષને કારણે મધ્ય-પૂર્વમાં સર્જાયેલી ગંભીર પરિસ્થિતિ વચ્ચે સંયુક્ત આરબ અમીરાતએ ભારત સાથેના પોતાના મજબૂત સંબંધોનો પુનરોચ્ચાર કર્યો છે. ઈદના પવિત્ર પર્વે ભારતમાં UAE ના રાજદૂત અબ્દૂલ નાસિર અલશાલીએ ભારત સરકારને એક વિશેષ પત્ર લખીને UAE માં વસતા ભારતીયોની સલામતી અને દેશની સ્થિરતા અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. 

રાજદૂતે પત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, વર્તમાન પ્રાદેશિક તણાવ અને ઈરાન દ્વારા કરવામાં આવેલા ડ્રોન તેમજ મિસાઈલ હુમલાઓ છતાં UAE સંપૂર્ણપણે સુરક્ષિત અને સ્થિર છે.તેમણે ખુલાસો કર્યો કે UAE ની સંરક્ષણ પ્રણાલીએ મોટાભાગના હુમલાઓને નિષ્ફળ બનાવ્યા છે. દેશમાં વીજળી, પાણી, આરોગ્ય અને બેન્કિંગ જેવી તમામ જીવનજરૂરી સેવાઓ કોઈપણ અડચણ વગર સામાન્ય રીતે કાર્યરત છે.

પ્રવાસી સ્થળો, મોલ અને હોટલોમાં પણ જનજીવન રાબેતા મુજબ છે, ભારત અને UAE વચ્ચે હાલમાં 100 અબજ ડૉલરથી વધુનો દ્વિપક્ષીય વેપાર થાય છે. બંને દેશો વચ્ચે થયેલા વ્યાપક આર્થિક ભાગીદારી કરારને કારણે આર્થિક સંબંધો નવી ઊંચાઈએ પહોંચ્યા છે. યુદ્ધ જેવી પરિસ્થિતિમાં પણ વેપાર અને સેવાઓ યથાવત રાખવાની UAE ની ખાતરી ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વની માનવામાં આવી રહી છે.

“ભારતીયો અમારા દેશનો અભિન્ન ભાગ છે”

પત્રમાં ભારતીય સમુદાયના યોગદાનની પ્રશંસા કરતા જણાવાયું છે કે, UAE માં રહેતા ભારતીયો માત્ર પ્રવાસી નથી, પરંતુ તેઓ દેશના વિકાસનો મહત્વનો હિસ્સો છે. અનેક ભારતીય પરિવારો માટે UAE બીજા ઘર સમાન છે. રાજદૂતે ખાતરી આપી છે કે ભારત સરકાર સતત તેમના સંપર્કમાં છે અને ભારતીયોની સુરક્ષા માટે બંને દેશોની સરકારો ગંભીરતાથી કામ કરી રહી છે.

વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપ્રમુખ વચ્ચે મંત્રણા

આ પત્ર અગાઉ18 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ UAE ના રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાન સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. બંને નેતાઓએ હુમલાઓની કડક નિંદા કરી હતી. વૈશ્વિક સપ્લાય ચેન સુરક્ષિત રહે તે મુદ્દે ભાર મૂક્યો હતો.