April 1, 2026
ટેકનોલોજી

સાવધાન! ફોનમાં આવતા SMS પાછળના S, P, G, T કોડ વાંચતા શીખો, નહિતર એક ઝાટકે ખાલી થઈ શકે છે બેંક ખાતું!

10:52:00 AM
Save
Mar 23, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><span style="color: rgb(0, 0, 0);" data-mce-style="color: rgb(0, 0, 0);">સાવધાન!</span><strong> ફોનમાં આવતા SMS પાછળના S, P, G, T કોડ વાંચતા શીખો,</strong></span> નહિતર એક ઝાટકે ખાલી થઈ શકે છે બેંક ખાતું!</p>

સ્માર્ટફોન વાપરતા દરેક વ્યક્તિના મેસેજ બોક્સમાં રોજ ડઝનબંધ મેસેજ આવતા હોય છે. કોઈ બેંકનો હોય છે, કોઈ રસીકરણનો તો કોઈ લોભાવનારી ઓફરનો. આ ભીડમાં કયો મેસેજ સત્તાવાર છે અને કયો ફ્રોડ, તે ઓળખવા માટે TRAI દ્વારા એક ખાસ કોડિંગ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. SMS હેડરમાં દેખાતા S, P, G અને T અક્ષરો પાછળ એક આખી સુરક્ષા વ્યવસ્થા છુપાયેલી છે.

આ કોડ્સ વિશેની સાચી જાણકારી તમને માત્ર છેતરપિંડીથી જ નહીં, પણ બિનજરૂરી મેસેજ ખોલવાના સમયથી પણ બચાવશે.આજના ડિજિટલ યુગમાં સ્માર્ટફોન જેટલો સુવિધાજનક છે, એટલો જ સાયબર ગુનેગારો માટે છેતરપિંડીનું સાધન પણ બની રહ્યો છે.

રોજિંદા જીવનમાં આપણને અનેક મેસેજ મળે છે, જેમાંથી સાચા અને ખોટા મેસેજ પારખવા મુશ્કેલ હોય છે. TRAI દ્વારા બનાવવામાં આવેલી અક્ષર આધારિત કોડિંગ સિસ્ટમ (S, P, G, T) યુઝર્સને મેસેજ ખોલ્યા વગર જ તેની સત્તાવારતા જાણવામાં મદદ કરે છે.

‘P’ (જાહેરાત )

જો મેસેજ મોકલનારના નામની પાછળ ‘P’ હોય, તો તે માર્કેટિંગ અથવા ઓફર સંબંધિત મેસેજ છે (દા.ત. AD-Myntra-P). આવા મેસેજ જાહેરાત માટે હોય છે.

‘T’ (વ્યવહાર)

આ સૌથી મહત્વપૂર્ણ કોડ છે. બેંકિંગ વ્યવહારો, OTP, કે નેટ બેંકિંગ એલર્ટ માટે આ કોડ વપરાય છે (દા.ત. HDFCBN-T). આ મેસેજ તમારી નાણાકીય સુરક્ષા સાથે જોડાયેલા હોય છે.

‘S’ (સેવા)

બિલ પેમેન્ટ રિમાઇન્ડર, ફ્લાઇટ ટિકિટ કન્ફર્મેશન કે મહત્વપૂર્ણ અપડેટ્સ માટે ‘S’ કોડનો ઉપયોગ થાય છે. તે સેવા સંબંધિત માહિતી પૂરી પાડે છે.

‘G’ (સરકાર)

આ કોડ સૌથી વિશ્વસનીય છે. કેન્દ્ર કે રાજ્ય સરકાર દ્વારા જાહેર સૂચનાઓ, રસીકરણ કે આપત્તિની ચેતવણી માટે જ ‘G’ કોડનો ઉપયોગ કરવામાં આવે છે.

છેતરપિંડીથી બચવા માટેની સાવચેતી

નંબર તપાસો બેંક કે સરકારી સંસ્થાઓ હંમેશા 6 થી 8 અક્ષરના હેડર (કોડ સાથે) મેસેજ મોકલે છે, જો કોઈ મેસેજ 10 અંકના સામાન્ય મોબાઈલ નંબર પરથી આવે અને તે બેંક હોવાનો દાવો કરે, તો તે ફ્રોડ હોઈ શકે છે. લિંક્સ પર ક્લિક ન કરો અજાણ્યા નંબર પરથી આવતી શંકાસ્પદ લિંક્સ તમારી વ્યક્તિગત માહિતી ચોરી શકે છે.

OTP શેર ન કરો કોઈપણ બેંક અધિકારી ક્યારેય ફોન પર કે મેસેજ દ્વારા તમારો OTP માંગતા નથી.સાવચેતી જ શ્રેષ્ઠ સુરક્ષા છે. TRAI ની આ કોડિંગ સિસ્ટમ સમજવાથી માત્ર સમય જ નથી બચતો, પરંતુ સાયબર છેતરપિંડીથી પણ બચી શકાય છે. કોઈપણ મેસેજ પર પ્રતિક્રિયા આપતા પહેલા તેના હેડર કોડને અવશ્ય તપાસો.