April 3, 2026
ભારત

ખાખી વર્દીનું સપનું જોતા યુવાનો માટે સુવર્ણ તક : UP પોલીસમાં 81,000થી વધુ પદો પર થશે ભરતી, CM યોગીની યુવાઓને મોટી ભેટ...

01:57:00 PM
Save
Apr 3, 2026
Share :

ખાખી વર્દીનું સપનું જોતા યુવાનો માટે સુવર્ણ તક : UP પોલીસમાં 81,000થી વધુ પદો પર થશે ભરતી, CM યોગીની યુવાઓને મોટી ભેટ...

ઉત્તર પ્રદેશમાં સરકારી નોકરીની આતુરતાપૂર્વક રાહ જોઈ રહેલા લાખો યુવાનો માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે એક ખૂબ જ મોટા સમાચારની જાહેરાત કરી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી યુપી પોલીસમાં આ વર્ષે રેકોર્ડબ્રેક 81,000થી વધુ પદો પર બમ્પર ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ માત્ર એક ભરતી પ્રક્રિયા નથી પરંતુ રાજ્યના મહેનતુ યુવાનો માટે ખાખી પહેરવાનું સપનું સાકાર કરવાની એક સોનેરી તક છે. મુખ્યમંત્રીએ ગતરોજ ગુરુવારે પોલીસ વિભાગની વિવિધ શાખાઓની સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં આ વિશાળ ભરતી અભિયાનને મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે કે વર્ષ 2026-27 દરમિયાન જ આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરી લેવામાં આવે, જેથી પોલીસ દળમાં નવા લોહીનો સંચાર થઈ શકે.

આ ભરતી અભિયાન હેઠળ સબ-ઇન્સ્પેક્ટર (SI), સિવિલ પોલીસ કોન્સ્ટેબલ, રેડિયો આસિસ્ટન્ટ ઓપરેટર, કોમ્પ્યુટર ઓપરેટર ગ્રેડ-એ અને પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (ગોપનીય) જેવી વિવિધ કેટેગરીમાં જગ્યાઓ ભરવામાં આવશે. અગાઉની સફળ ભરતીઓને ધ્યાનમાં રાખીને આ વખતે આંકડો વધુ મોટો રાખવામાં આવ્યો છે. જો આપણે ભૂતકાળના આંકડાઓ પર નજર કરીએ તો, 60,244 પદોની ભરતી પૂર્ણ થઈ ચૂકી છે અને તે જવાનો હવે તાલીમ બાદ મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે, જ્યારે 32,679 પદો માટેની લેખિત પરીક્ષા પણ લેવાઈ ગઈ છે. હવે આ નવી 81,000 જગ્યાઓ ઉમેરતા કુલ આંકડો 1,73,923 સુધી પહોંચી જશે, જે ઉત્તર પ્રદેશના ઇતિહાસમાં એક મોટો સીમાચિહ્ન સાબિત થશે.

યોગી આદિત્યનાથે આ ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા અને નિષ્પક્ષતા જાળવવા પર વિશેષ ભાર મૂક્યો છે. ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી અને UPPRPBને કડક આદેશ આપવામાં આવ્યા છે કે તમામ સીધી ભરતીઓ સંપૂર્ણપણે ન્યાયી રીતે અને નિર્ધારિત આરક્ષણ નિયમોનું પાલન કરીને હાથ ધરવામાં આવે. સમગ્ર ભરતી પ્રક્રિયા મુખ્યત્વે ચાર તબક્કામાં વહેંચાયેલી હશે, જેમાં લેખિત પરીક્ષા, શારીરિક કાર્યક્ષમતા કસોટી અને ડોક્યુમેન્ટ વેરિફિકેશનનો સમાવેશ થાય છે. દરેક તબક્કા માટે એક કડક સમયમર્યાદા નક્કી કરવામાં આવશે જેથી યુવાનોને નોકરી માટે લાંબો સમય રાહ જોવી ન પડે. જો તમે પણ ખાખી વર્દી પહેરીને દેશની સેવા કરવા માંગો છો, તો હવે તૈયારીમાં લાગી જવાનો આ શ્રેષ્ઠ સમય છે.