April 1, 2026
ગુજરાત

જામનગર જિલ્લા જેલમાં મોબાઈલ મળી આવતા ખળભળાટ

04:04:00 PM
Save
Mar 30, 2026
Share :
<p><strong>જામનગર જિલ્લા જેલમાં <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">મોબાઈલ મળી આવતા ખળભળાટ</span></strong></p>

રાજ્યની જેલોમાં પ્રતિબંધિત વસ્તુઓ પહોંચાડવા માટે અવનવા નુસખાઓ અજમાવવામાં આવતા હોય છે. જામનગર જિલ્લા જેલમાં કડક સુરક્ષા અને સીસીટીવી કેમેરાના નેટવર્ક વચ્ચે પણ કેદીઓ દ્વારા છૂપી રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવામાં આવતો હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવેલી ઝીણવટભરી તપાસમાં ટેલિફોન બૂથના કનેક્શન બોક્સમાંથી ઉપકરણ મળી આવતા જેલ સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે.

જામનગરની જિલ્લા જેલમાં ગઈકાલે જેલ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા આકસ્મિક ચેકિંગ દરમિયાન એક લાવારિસ મોબાઈલ ફોન મળી આવતા ચકચાર મચી ગઈ છે. જેલ અધિક્ષક પી.પી. પટેલની સૂચનાથી ઇન્ચાર્જ જેલર અમિતભાઈ પીઠડીયા અને તેમની ટીમે જેલના વિવિધ યાર્ડમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

ટેલિફોન બૂથ પાછળ સંતાડ્યો હતો ફોન:

તપાસ દરમિયાન જેલના યાર્ડ નંબર 07 અને તેના ખુલ્લા વિસ્તારમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન સ્ક્વોડના અધિકારી ગોવિંદભાઈ વાવરોટીયાને પી.સી.ઓ. રૂમની પાછળ આવેલા ટેલિફોન કનેક્શન બોક્સમાં કશુંક શંકાસ્પદ જણાયું હતું. બોક્સ ખોલીને જોતા તેમાંથી 01 નંગ લાલ રંગનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ ફોન સીમકાર્ડ વગરનો હતો પરંતુ બેટરી સાથે ચાલુ હાલતમાં મળી આવ્યો હતો.

પોલીસ કાર્યવાહી અને એફ.એસ.એલ. તપાસ:

જેલ સત્તાધીશોએ આ મોબાઈલ ફોન કબજે કરી તાત્કાલિક સીટી એ-ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા કેદી વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે. આ મોબાઈલ જેલની અંદર કેવી રીતે પહોંચ્યો અને તેમાં કોઈ જેલ કર્મચારીની સંડોવણી છે કે કેમ તે દિશામાં પોલીસ કોન્સ્ટેબલ એમ.આર. પરમાર તપાસ ચલાવી રહ્યા છે. મોબાઈલને ડેટા રિકવરી અને ફોરેન્સિક તપાસ માટે એફ.એસ.એલ. (FSL) માં મોકલી આપવામાં આવ્યો છે.

હાલમાં જેલ પ્રશાસન અને પોલીસ આ સમગ્ર નેટવર્કને તોડવા માટે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે.