April 1, 2026
ગુજરાત

સુરતમાં લાકડાનો ઢગલો જોઈ વાહનચાલકની દાનત બગડી, બાઈક ઉભી રાખી આખું પોટલું ભરી લીધું!

05:32:00 PM
Save
Mar 26, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>સુરતમાં લાકડાનો ઢગલો જોઈ વાહનચાલકની દાનત બગડી,</strong></span> બાઈક ઉભી રાખી આખું પોટલું ભરી લીધું!</p>

ડાયમંડ સિટી સુરતમાં ક્યારેક એવી ઘટનાઓ બને છે જે જોઈને લોકો હસી-હસીને લોથપોથ થઈ જાય છે. હાલમાં સુરતના એક માર્ગ પર બનેલી એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગેસની અછત કે મોંઘવારીની અસર સ્પષ્ટપણે 'રમુજી અંદાજ'માં જોવા મળી રહી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો અનુસાર, સુરતના એક વ્યસ્ત રોડ પર સાઈડમાં લાકડાનો મોટો ઢગલો પડેલો હતો.

સામાન્ય રીતે વાહનચાલકો રસ્તા પર પડેલી વસ્તુઓ તરફ ધ્યાન આપતા નથી, પરંતુ અહીં એક બાઈક સવારની નજર આ લાકડા પર પડી હતી. લાકડા જોતાની સાથે જ તેણે વિચાર્યા વગર પોતાની બાઈકને જોરદાર બ્રેક મારી હતી. બાઈક ઊભી રાખીને આ વાહનચાલકે આસપાસ નજર દોડાવી હતી અને પોતાની પાસે રહેલો ખાલી કોથળો કાઢ્યો હતો. ફટાફટ એક પછી એક લાકડા વીણીને તેણે આખા કોથળામાં ભરી લીધા હતા.

જાણે કોઈ કિંમતી ખજાનો મળી ગયો હોય તેમ આ વાહનચાલક લાકડાનું પોટલું ભરીને પોતાની બાઈક પર મૂકીને ગણતરીની મિનિટોમાં ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો.આ સમગ્ર દ્રશ્ય કોઈએ મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધું હતું, જે હવે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યું છે. આ વીડિયો પર જાતભાતની કોમેન્ટ્સ કરી રહ્યા છે. કોઈ કહી રહ્યું છે કે "ગેસના બાટલાના ભાવ વધતા હવે લાકડા જ સહારો છે", તો કોઈ રમુજમાં લખી રહ્યું છે કે "સુરતીઓ કોઈ પણ તક છોડતા નથી!" હાલ તો આ 'લાકડા-પ્રેમી' વાહનચાલકનો વીડિયો સુરતના વોટ્સએપ ગ્રુપોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.