April 1, 2026
ક્રાઈમ

વડોદરામાં ઈદની ખુશીઓ વચ્ચે હિંસા: મસ્જિદના કર્મચારી પર હુમલો થતા હોસ્પિટલમાં દાખલ

10:05:00 AM
Save
Mar 22, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>વડોદરામાં ઈદની ખુશીઓ વચ્ચે હિંસા:</strong></span> મસ્જિદના કર્મચારી પર હુમલો થતા હોસ્પિટલમાં દાખલ</p>

વડોદરા શહેરના નવાયાર્ડ ડી-કેબિન પાસે આવેલ ગરીબ નવાજ પાર્કમાં રહેતા અને સ્થાનિક 'મસ્જિદે આઈશા'માં નોકરી કરતા સલમાન ઔકાત હુસેન શેખ પર ગત રાત્રે હિંસક હુમલો કરવામાં આવ્યો હતો. ઈદના પવિત્ર તહેવારની રાત્રે બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ભોગ બનનાર યુવકે આ મામલે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં પાડોશમાં રહેતા શખ્સો વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે.

સલમાન શેખ ગઈકાલે રાત્રે પોતાના ઘરેથી નીકળીને મસ્જિદ તરફ જઈ રહ્યા હતા. તેમના ઘરની આગળની ગલીમાં રહેતા સાહિલ પઠાણ અને આકિબ પઠાણે તેમને રસ્તામાં રોક્યા હતા, આ બંને શખ્સોએ કોઈ પણ કારણ વગર સલમાન સાથે ગેરવર્તન કરી ગંદી ગાળો આપી હતી અને "તને મારી મારીને અહીંથી ભગાડી દઈશ" તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ પ્રારંભિક ઝઘડા બાદ આજુબાજુના લોકોએ વચ્ચે પડીને મામલો શાંત પાડ્યો હતો. જોકે, થોડી જ વારમાં સલમાનના ભાણેજે ફોન કરીને જાણ કરી હતી કે જ્યારે તે, અજીમ અને હુમલાની આ ઘટના બાદ સલમાન શેખે તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને જાણ કરી હતી. પોલીસને જાણ કરવામાં આવી હોવાની ખબર પડતા જ હુમલો કરનાર સાહિલ પઠાણ અને આકિબ પઠાણ ઘટનાસ્થળેથી ભાગી છૂટ્યા હતા.

ઈદના તહેવાર પર બનેલી આ ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. પરંતુ ભોગ બનનારના પરિવારમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ફતેગંજ પોલીસે સલમાન શેખની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આરોપીઓ વિરુદ્ધ મારામારી અને ધમકી આપવા બદલ કાયદેસરની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ હાલમાં ફરાર આરોપીઓની શોધખોળ કરી રહી છે.