April 1, 2026
ગુજરાત

વડોદરાના કરચિયા રેલવે યાર્ડમાં કરુણ ઘટના, એન્જિનના કામ દરમિયાન કર્મચારીને વીજ કરંટ લાગ્યો

10:05:00 AM
Save
Mar 22, 2026
Share :
<p><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>વડોદરાના કરચિયા રેલવે યાર્ડમાં કરુણ ઘટના,</strong></span> એન્જિનના કામ દરમિયાન કર્મચારીને વીજ કરંટ લાગ્યો</p>

વડોદરાના કરચિયા રેલવે યાર્ડમાં આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. રેલવેમાં ખલાસી તરીકે ફરજ બજાવતા કર્મચારી ગૌતમ સોલંકી ટ્રેનના એન્જિન પર ચઢીને પોતાની નિયમિત કામગીરી કરી રહ્યા હતા, તે દરમિયાન અચાનક ઓવરહેડ હાઈટેન્શન વીજ લાઈનના સંપર્કમાં આવી ગયા હતા. હાઈવોલ્ટેજ કરંટ લાગતા ગૌતમભાઈ ગંભીર રીતે દાઝી ગયા હતા અને સ્થળ પર જ ફસડાઈ પડ્યા હતા. ઘટના બાદ સાથી કર્મચારીઓએ તત્કાલ દોડી આવી ગંભીર હાલતમાં ગૌતમ સોલંકીને એમ્બ્યુલન્સ મારફતે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

તબીબોના જણાવ્યા અનુસાર, તેમની હાલત અત્યંત નાજુક છે અને તેઓ હાલ આઈસીયુમાં સારવાર હેઠળ છે.દુર્ઘટનાના સમાચાર મળતા જ પીડિતના પરિવારજનો અને સાથી કર્મચારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા. પરિવારજનોએ રેલવે તંત્ર પર ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, "કર્મચારીઓ પાસે પૂરતી સેફ્ટી કિટ  વગર કામ લેવામાં આવે છે." વધુમાં, એવો પણ આક્ષેપ કરાયો છે કે ગૌતમભાઈ પર કામનું ભારે દબાણ હતું અને તેમને તેમની ફરજની હદ બહારની કામગીરી કરવા મજબૂર કરવામાં આવ્યા હતા.

આ ગંભીર બેદરકારીની તપાસ માટે રેલવે પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે તેમજ હોસ્પિટલ પહોંચી ગયા છે. અધિકારીઓ દ્વારા ટેકનિકલ તપાસ હાથ આ અકસ્માતે રેલવે યાર્ડમાં ગ્રાઉન્ડ લેવલ પર કામ કરતા હજારો કર્મચારીઓની સુરક્ષા સામે ફરી એકવાર મોટા સવાલો ઉભા કર્યા છે. કર્મચારી સંગઠનોએ આ મામલે તટસ્થ તપાસ અને જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.