કોણ છે કરીમ જનત? IPL કરિયર શરૂ થતા પહેલા જ વૈભવ સૂર્યવંશીએ કરી દીધી ખતમ, જાણો તે રોમાંચક મેચનો કિસ્સો
આઈપીએલની આગામી સિઝન શરૂ થાય તે પહેલાં જ ક્રિકેટ જગતમાં રેકોર્ડ્સ અને ખેલાડીઓની ચર્ચાઓએ જોર પકડ્યું છે. ગત સિઝનમાં માત્ર 14 વર્ષની નાની ઉંમરે પોતાની તોફાની બેટિંગથી સનસનાટી મચાવનાર વૈભવ સૂર્યવંશીએ એક એવી ઈનિંગ રમી હતી, જેણે એક અનુભવી વિદેશી બોલરની આઈપીએલ કારકિર્દી પર જાણે પૂર્ણવિરામ મૂકી દીધું. રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા આ યુવા ખેલાડીએ ગુજરાત ટાઈટન્સના અફઘાન ઓલરાઉન્ડર કરીમ જનતની એક જ ઓવરમાં 30 રન ઝૂડી કાઢીને તેને આઈપીએલના ઈતિહાસનો સૌથી મોંઘો ડેબ્યુટન્ટ બનાવી દીધો હતો. 35 બોલમાં સદી ફટકારનારા આ 'વન્ડર બોય'નો ખોફ એવો હતો કે કરીમ જનત માટે તે ડેબ્યૂ મેચ જ કદાચ કારકિર્દીની છેલ્લી મેચ સાબિત થઈ છે.
આઈપીએલની 19મી સિઝનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ક્રિકેટ જગતમાં ફરી એકવાર બિહારના યુવા સનસનાટી વૈભવ સૂર્યવંશીના નામની ચર્ચા તેજ બની છે. ગત સિઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા માત્ર 14 વર્ષના આ ખેલાડીએ એવી તોફાની બેટિંગ કરી હતી કે એક વિદેશી બોલરની આઈપીએલ કારકિર્દી શરૂ થતા પહેલા જ ખતમ થઈ ગઈ હોય તેવું ચિત્ર ઊપસ્યું છે.વૈભવ સૂર્યવંશીએ તે મેચમાં માત્ર 35 બોલમાં ધમાકેદાર સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો.
કરીમ જનતને એક જ ઓવરમાં 30 રન પડ્યા બાદ તેને તે મેચમાં ફરી બોલિંગ કરવાની તક મળી નહોતી. આ ખરાબ પ્રદર્શનને કારણે કરીમ જનતને ત્યારબાદ ટીમમાં સ્થાન મળ્યું નથી અને તેની આઈપીએલ સફર અટકી પડી છે.આગામી સિઝનમાં ચાહકોની નજર ફરી એકવાર ૧૪ વર્ષના આ 'વન્ડર બોય' વૈભવ સૂર્યવંશી પર રહેશે, જે નવા રેકોર્ડ્સ બનાવવા માટે તૈયાર છે.
શું છે સમગ્ર ઘટના?
ગયા વર્ષે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાયેલી મેચમાં અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર કરીમ જનતે પોતાનું આઈપીએલ ડેબ્યૂ કર્યું હતું. જોકે, તેને અંદાજો નહોતો કે આ તેની કારકિર્દીની પહેલી અને છેલ્લી મેચ સાબિત થશે. મેચ દરમિયાન વૈભવ સૂર્યવંશીએ કરીમ જનતની એક જ ઓવરમાં 30 રન ફટકારીને આઈપીએલના ઈતિહાસની સૌથી મોંઘી ઓવરોમાં પોતાનું નામ નોંધાવ્યું હતું.
વૈભવ સૂર્યવંશીએ તે મેચમાં માત્ર 35 બોલમાં ધમાકેદાર સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. કરીમ જનતને એક જ ઓવરમાં 30 રન પડ્યા બાદ તેને તે મેચમાં ફરી બોલિંગ કરવાની તક મળી નહોતી. આ ખરાબ પ્રદર્શનને કારણે કરીમ જનતને ત્યારબાદ ટીમમાં સ્થાન મળ્યું નથી અને તેની આઈપીએલ સફર અટકી પડી છે.
કોણ છે કરીમ જનત?
કરીમ જનત અફઘાનિસ્તાનનો અનુભવી બેટિંગ ઓલરાઉન્ડર છે અને તે ભૂતપૂર્વ કેપ્ટન અસગર અફઘાનનો ભાઈ છે. તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે 75 T20 મેચો રમી છે, પરંતુ આઈપીએલમાં વૈભવ સૂર્યવંશી સામેના તેના ખરાબ અનુભવે તેને ટુર્નામેન્ટમાંથી બહાર કરી દીધો છે.