April 1, 2026
સ્પોર્ટ્સ

મેદાનમાં ઉતરતા પહેલા જ ગરમાવો.... વૈભવ સૂર્યવંશીએ ધોનીને લલકારતા સોશિયલ મીડિયા પર શરૂ થઈ 'વોર'

05:12:00 PM
Save
Mar 25, 2026
Share :
<p>મેદાનમાં ઉતરતા પહેલા જ ગરમાવો.... <span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);"><strong>વૈભવ સૂર્યવંશીએ ધોનીને લલકારતા સોશિયલ મીડિયા પર શરૂ થઈ 'વોર'</strong></span></p>

ક્રિકેટના મહાકુંભ આઈપીએલની 19મી સીઝનનો પ્રારંભ આગામી 28 માર્ચથી થવા જઈ રહ્યો છે. સીઝનની શરૂઆત ભલે આરસીબી અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચથી થાય, પરંતુ ખરા અર્થમાં રોમાંચ 30 માર્ચના રોજ જોવા મળશે. આ દિવસે રાજસ્થાન રોયલ્સ પોતાના બીજા હોમ ગ્રાઉન્ડ ગુવાહાટીમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે ટકરાશે. મેચ પહેલા જ ખેલાડીઓ વચ્ચેની 'માઇન્ડ ગેમ' શરૂ થઈ ગઈ છે. રાજસ્થાન રોયલ્સના 14 વર્ષના યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશીએ મેદાન પર ઉતરતા પહેલા જ સોશિયલ મીડિયા અને ક્રિકેટ જગતમાં હલચલ મચાવી દીધી છે.

વૈભવે મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ CSKને હરાવવાનો ખુલ્લો પડકાર ફેંક્યો છે, એક ઇવેન્ટ દરમિયાન વૈભવના આ આત્મવિશ્વાસભર્યા નિવેદનથી 30 માર્ચની મેચને લઈને પ્રેક્ષકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે.આ પડકાર 'નમન એવોર્ડ્સ' દરમિયાન સ્ટાર સ્પોર્ટ્સની એક ઈવેન્ટમાં જોવા મળ્યો હતો. રાજસ્થાન તરફથી રમતા વૈભવ સૂર્યવંશી અને ચેન્નાઈ તરફથી રમતા આયુષ મ્હાત્રે સામસામે આવ્યા હતા.

અગાઉ U-19 માં સાથે રમી ચૂકેલા આ બંને યુવા ખેલાડીઓ વચ્ચેની વાતચીત દરમિયાન વૈભવે સ્પષ્ટ શબ્દોમાં આયુષને અને તેની ટીમ CSKને લલકારતા પડકાર આપ્યો હતો. વૈભવે આયુષ મ્હાત્રેને ઉદ્દેશીને કહ્યું કે, "જ્યારથી હું રાજસ્થાન રોયલ્સ સાથે જોડાયો છું, ત્યારથી CSK સતત હારી રહ્યું છે. ગત સીઝનમાં અમે બે વાર હરાવ્યા હતા અને આ વખતે આ સ્કોર 4-0 થશે." વૈભવનો સંકેત સ્પષ્ટ હતો કે ગ્રુપ સ્ટેજની આ સીઝનની બંને મેચોમાં રાજસ્થાન ફરી એકવાર ચેન્નાઈને ધૂળ ચટાડીને જીતની હેટ્રિક અને ચોગ્ગો લગાવશે.

વૈભવે જે રીતે 'થાલા' ની ટીમને હરાવવાનું વચન આપ્યું છે, ગુવાહાટીનું મેદાન આ ઐતિહાસિક મુકાબલાનું સાક્ષી બનશે. રાજસ્થાન રોયલ્સ પોતાના ઘરઆંગણે આક્રમક બેટિંગ સાથે ઉતરશે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ ગત સીઝનની હારનો બદલો લેવા અને વૈભવના પડકારનો જવાબ આપવા આતુર હશે. ક્રિકેટ ફેન્સ અત્યારથી જ આ મેચની ટિકિટો અને અપડેટ્સ માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.