April 11, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

નવસારીના વાંસદામાં 28 બેઠકો માટે 111 અને જિલ્લા પંચાયતની 7 બેઠકો પર 29 ઉમેદવારો મેદાનમાં

04:42:00 PM
Save
Apr 11, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">નવસારીના વાંસદામાં 28 બેઠકો માટે 111 </span>અને જિલ્લા પંચાયતની 7 બેઠકો પર 29 ઉમેદવારો મેદાનમાં</strong></p>

નવસારી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો માહોલ બરાબર જામ્યો છે. ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતાં વાંસદા તાલુકામાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત આંકડા અનુસાર, વાંસદા તાલુકા પંચાયતની 28 બેઠકો માટે કુલ 111 ઉમેદવારી પત્રો અને વાંસદા તાલુકામાં સમાવિષ્ટ નવસારી જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે 29 ફોર્મ ભરાયા છે.

મામલતદાર કચેરી ખાતે ઉમેદવારો અને સમર્થકોનો ભારે જમાવડો

ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન તમામ રાજકીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉમેદવારી નોંધાવવા માટે વાંસદા મામલતદાર કચેરી ખાતે દિવસભર પક્ષના કાર્યકરો, સમર્થકો અને સ્થાનિક આગેવાનોની ભારે અવરજવર રહી હતી. વિવિધ પક્ષોના ઉમેદવારોએ મોટી સંખ્યામાં પોતાના ટેકેદારો સાથે પહોંચીને શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી પત્રો રજૂ કર્યા હતા.

અનેક બેઠકો પર ત્રિપાંખિયો કે ચતુષ્કોણીય જંગ ખેલાવાની સંભાવના

વાંસદા તાલુકા પંચાયતની કુલ 28 બેઠકો સામે 111 જેટલા ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. આટલી મોટી સંખ્યામાં ફોર્મ ભરાતા સ્પષ્ટ થાય છે કે અનેક બેઠકો પર સીધી ટક્કરને બદલે ત્રિપાંખિયો કે ચતુષ્કોણીય મુકાબલો સર્જાય તેવી પ્રબળ સંભાવનાઓ છે. બીજી તરફ, વાંસદા તાલુકા વિસ્તારમાં આવતી નવસારી જિલ્લા પંચાયતની 7 બેઠકો માટે 29 ઉમેદવારોએ ફોર્મ ભરતા આ જિલ્લા પંચાયતની બેઠકો પર પણ ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે.

ફોર્મ પાછા ખેંચવાના દિવસે જ અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે

હાલ તો ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે, પરંતુ હવે ચૂંટણી અધિકારીઓ દ્વારા ભરાયેલા તમામ ફોર્મની ચકાસણી કરવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારી પત્ર પાછા ખેંચવાના અંતિમ દિવસે કેટલાક બળવાખોર કે ડમી ઉમેદવારો ફોર્મ પરત ખેંચી શકે છે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ વાંસદામાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીનું અંતિમ અને સ્પષ્ટ ચૂંટણી ચિત્ર જનતા સમક્ષ આવશે.