April 8, 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી

સ્થાનિક સ્વરાજની ચૂંટણી : વાપીમાં કોંગ્રેસનો ચૂટણી ઢંઢેરો જાહેર, ‘આપ’ના અગ્રણી કેતન પટેલ કોંગ્રેસમાં જોડાયા

02:02:00 PM
Save
Apr 8, 2026
Share :
<p><strong><span style="color: rgb(224, 62, 45);" data-mce-style="color: rgb(224, 62, 45);">સ્થાનિક સ્વરાજની ચૂંટણી : </span>વાપીમાં કોંગ્રેસનો ચૂટણી ઢંઢેરો જાહેર, ‘આપ’ના અગ્રણી કેતન પટેલ કોંગ્રેસમાં જોડાયા</strong></p>

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. વલસાડ જિલ્લાના વાપી ખાતે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા ‘જનતાનો મેનિફેસ્ટો’ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના સર્વાંગી વિકાસ અને સામાજિક ન્યાયના સંકલ્પ સાથે રજૂ કરાયેલા આ મેનિફેસ્ટોની ખાસિયત એ છે કે તે સામાન્ય લોકોના સૂચનો અને રજૂઆતોના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રસંગે આમ આદમી પાર્ટીના સક્રિય કાર્યકર કેતન પટેલ કોંગ્રેસમાં જોડાતા વાપીના રાજકીય સમીકરણોમાં મોટો પલટો આવ્યો છે.

લોકોની ભાગીદારીથી તૈયાર કરાયું સંકલ્પપત્ર

કોંગ્રેસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ મેનિફેસ્ટો ‘કોંગ્રેસ આપને દ્વાર’ અભિયાન હેઠળ વાપીના પ્રત્યેક ઘરની મુલાકાત લઈને તૈયાર કરાયો છે. પક્ષે દરેક વોર્ડમાં જનમંચ પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું, જેમાં નાગરિકોએ પોતાની પાયાની સમસ્યાઓ અને શહેરના વિકાસ અંગે સીધી રજૂઆતો કરી હતી. લોકશાહી ઢબે તૈયાર કરાયેલા આ મેનિફેસ્ટોમાં લોકોના રોજિંદા પ્રશ્નોના નિકાલ માટે લેખિત વચનો આપવામાં આવ્યા છે.

કેતન પટેલની કોંગ્રેસમાં એન્ટ્રી અને ઉમેદવારી

મેનિફેસ્ટો લોન્ચિંગ દરમિયાન આમ આદમી પાર્ટીના વાપીના મજબૂત કાર્યકર કેતન પટેલ વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા હતા. વાપી શહેર કોંગ્રેસ પ્રમુખે તેમને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર્યા હતા. કેતન પટેલે અગાઉ વાપી નગરપાલિકાના વોર્ડ નંબર 6 માંથી પોતાની દાવેદારી નોંધાવી હતી. હવે કોંગ્રેસમાં જોડાતા પક્ષે તેમને આ જ વોર્ડમાંથી ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, જે ‘આપ’ માટે મોટો ફટકો માનવામાં આવી રહ્યો છે.

વાપીના વિકાસ માટે 10 મુખ્ય વચનો

મેનિફેસ્ટોમાં વાપી શહેરની કાયાપલટ કરવા માટે 10 મુખ્ય મુદ્દાઓ પર ભાર મૂકવામાં આવ્યો છે. જેમાં વરસાદી પાણીના નિકાલ માટે ‘સ્ટ્રોમ વોટર’ લાઈન અને પીવાના શુદ્ધ પાણીનો પૂરતા પ્રેશર સાથે સવાર-સાંજ સપ્લાય, ટ્રાફિક સમસ્યા નિવારવા ટેકનોલોજી આધારિત ‘માસ્ટર પ્લાન’ અને ટેક્સ માળખાનું સરળીકરણ, કોર્પોરેશનની શાળાઓનું આધુનિકરણ કરી તેમને ‘મોડલ સ્કૂલ’ તરીકે વિકસાવવી., ‘પહેલા રિહેબીલિટેશન પછી જ ડિમોલિશન’ ની નીતિ અને ફેરિયાઓને લાઈસન્સ આપી રક્ષણ પૂરું પાડવું.

પર્યાવરણ અને શ્રમિક કલ્યાણ પર વિશેષ ભાર

વાપી એક ઔદ્યોગિક હબ હોવાથી મેનિફેસ્ટોમાં પર્યાવરણ અને શ્રમિકોના મુદ્દાઓને પ્રાથમિકતા અપાઈ છે. પ્રદૂષિત પાણીના નિકાલ માટે યોગ્ય વ્યવસ્થા, AQI ઘટાડવા કડક પગલાં અને નદી-તળાવોમાં ગેરકાયદે કેમિકલયુક્ત પાણી ઠાલવતા એકમો સામે કાર્યવાહી કરવાનું વચન અપાયું છે. આ ઉપરાંત, કામદારો માટે ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી, ફાયર સેફ્ટી અને તેમના બાળકોના શિક્ષણ માટે વિશેષ આયોજનની જાહેરાત કરવામાં આવી છે.